શોધખોળ કરો
17 સપ્ટેમ્બરે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવાની શક્યતા
જળસંચય અભિયાનની સફળતા અને નર્મદા ડેમ ભરાવાના ઐતિહાસિક દિવસની ઉજવણી થશે.

ગાંધીનગર: 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવાની શકયતા છે. આજે સાંજે આયોજનને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે. જળસંચય અભિયાનની સફળતા અને નર્મદા ડેમ ભરાવાના ઐતિહાસિક દિવસની ઉજવણી થશે. નર્મદા ડેમ પર ભવ્ય આયોજન માટે બેઠકમાં ચર્ચા થશે. આજે કેબિનેટની બેઠકમાં 5 મંત્રીઓની સમિતિ બનાવવામાં આવી છે. આર સી ફળદુની અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમ 94 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય જળાશયો પણ ઐતિહાસિક સ્તરે છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતા 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 31 ફૂટથી વધુ છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વધુ વાંચો





















