LIVE Update: સરકારી કચેરીની બેદરકારીના દ્રશ્યો abp અસ્મિતાના કમેરામાં કેદ, , ઓફિસો બંધ છતાં પંખા, એસી ઓન
રાજકોટ અને સુરતમાં સરકારી કચેરીઓમાં વીજળીના દુર્વ્યયનો પર્દાફાશ થયો હતો. મહાનગરપાલિકાની કચેરીમાં વીજળીનો બગાડ થતો હોવાનો દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા હતા.
LIVE
Background
રાજકોટઃ રાજકોટ અને સુરતમાં સરકારી કચેરીઓમાં વીજળીના દુર્વ્યયનો પર્દાફાશ થયો હતો. મહાનગરપાલિકાની કચેરીમાં વીજળીનો બગાડ થતો હોવાનો દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા હતા. દ્રશ્યોમાં જોય શકાય છે કે લોકલ ફંડ ઓડિટ સ્ટાફ વિભાગની કચેરી બહાર તાળા લાગ્યા છે. જ્યારે કચેરીની અંદર પંખા અને લાઈટ ચાલુ છે. તો સવારના સાડા નવ વાગ્યાની આસપાસ ઓફિસ પર તાળુ લાગ્યું છે. જેના કારણે રાતભર લાઈટ અને પંખા ચાલુ રહ્યાની શક્યતા છે. જેની સામે મહાનગરપાલિકા કચેરીમાં વીજળી વ્યયને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટની ઓફિસમા કૂતરા પણ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા.
જુનાગઢ મામલતદાર કચેરીમાં વીજળીનો વ્યય,અધિકારીઓની ખુરશીઓ ખાલી પરંતુ પંખા ઓન
જુનાગઢ મામલતદાર કચેરીમાં પણ વીજળીનો વ્યય થતાં હોય તેવા દ્ર્શ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા હતા. સિટી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરની ચેમ્બરમાં અધિકારીની ગેરહાજરીમાં પંખા ઓન જોવા મળ્યાં હતા.
છોટાઉદેપુર: જિલ્લા સેવા સદન કચેરીમાં વીજળીનો વેડફાટ, પેંશન શાખામાં બિનજરૂરી લાઈટ પંખા ચાલુ
છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરીમાં વીજળીનો વેડફાટ જોવા મળ્યો. અહીં પેંશન શાખામાં બિનજરૂરી લાઈટ પંખા ચાલુ જોવા મળ્યાં.કર્મીઓની ગેરહાજરીમાં લાઈટ પંખા ચાલુ હતા. જો કે અહીં હાજર અધિકારીએ કર્યો લૂલો બચાવ કર્યો હતો. પોતું માર્યું હોવાને લઈ પંખા ચાલુ : અધિકારી
પોરબંદર: સરકારી કચેરીઓમાં વીજળીનો દૂર વ્યય, કર્મચારીની ગેરહાજરીમાં લાઈટ પંખા ચાલુ
પોરબંદર જિલ્લા સેવા સદન કચેરીમાં પણ વીજળીનો બિનજરૂરી વપરાશ જોવા મળ્યો, અમુક શાખાઓમાં અધિકારી અને કર્મચારી આવે તે પૂર્વ જ લાઈટ અને પંખા ચાલુ જોવા મળ્યા. જમીન શાખા, નાયબ મામલતદાર રજીસ્ટ્રી શાખા માં અધિકારી અને કર્મચારીની ગેરહાજરીમાં લાઈટ પંખા ચાલુ હોવાના દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા
Patan News: પાટણ જિલ્લા પંચાયત કચેરીમાં લાલિયાવાડી, સ્ટાફ હાજર ન હોવા છતાં પંખા એસી ઓન
પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલી કચેરીઓમાં એબીપી અસ્મિતા ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. તો અહીં પણ
અનેક કચેરીઓમાં વીજળીનો વ્યર્ય થતા દ્રશ્યો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલ આરોગ્ય શાખા, પશુ પાલન શાખા જમીન અધિકારીની કચેરી તેમજ આરોગ્ય વિભાગના ચેરમેન સહિતની કચેરીઓમાં વીજળીનો વ્યર્ય થતો જોવા મળ્યો. સરકારી બાબુઓ કચેરીમાં હાજર ન હોવા છતા કચેરીઓમાં લાઈટો પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા
સુરત મહાનગરપાલિકા અઠવા ઝોનમાં પણ અધિકારીઓની લાલિયાવાડી, ઇલેક્ટ્રીસિટીનો દુર્વ્યય
તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા અઠવા ઝોનમાં પણ અધિકારીઓની લાલિયાવાડી જોવા મળી હતી. ઓફિસમા અધિકારીઓની ખુરશીઓ ખાલી હતી છતાં પણ લાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વીજળી બચત માટે અપીલ કરી છે ત્યારે અઠવા ઝોનના અધિકારીઓ મુખ્યમંત્રીની અપીલને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.