Dwarka: દ્વારકા પહોંચી એશિયાની સૌથી મોટી તીર્થયાત્રા,લેઉવા પાટીદાર સમાજના 60 વર્ષથી લઈને 108 વર્ષના વડિલોએ લીધો ભાગ
Dwarka: દ્વારકામાં આજે એશિયા ખંડની સહુથી મોટી સામૂહિક તીર્થયાત્રા આવી પહોંચી હતી. હકિકતમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા આયોજિત બીજી તીર્થ યાત્રા દ્વારકા પહોંચી હતી જ્યાં જગત મંદિરે ધ્વજા આરોહણમાં ભારે મેદની ઉમટી પડી હતી.
Dwarka: દ્વારકામાં આજે એશિયા ખંડની સહુથી મોટી સામૂહિક તીર્થયાત્રા આવી પહોંચી હતી. હકિકતમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા આયોજિત બીજી તીર્થ યાત્રા દ્વારકા પહોંચી હતી જ્યાં જગત મંદિરે ધ્વજા આરોહણમાં ભારે મેદની ઉમટી પડી હતી.
ઉતર ગુજરાત, મહેસાણા, બનાસકાંઠા,પાટણ સહિત 53 ગામોમાં વસતા 42 લેઉવા પાટીદાર સમાજના 60 વર્ષથી ઉપરનાં વડીલોની ૩ દિવસની વિશ્વમાં મોટામાં મોટી સિનિયર સિટીઝન તીર્થ યાત્રા દ્વારકા પહોંચી હતી. જેમાં ૧૦૮ વર્ષની વયના વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ૮૦ વર્ષની વયનાં ૧૨૦૦ વડીલો સાથે ૬૦૦ જેટલા સ્વયંસેવકો પણ સાથે ચાલી રહ્યા છે.
પ્રવાસમાં ૧૧૫ લક્ઝરી બસો સાથે ૩ આઇસીયુવાન, એમ્બ્યુલનસ અને ડોકટર સહિત્તની તમામ સગવડો રાખવામાં આવી છે.આ કાર્યક્રમમાં આજે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ,એશિયા બુક ઓફ રેકોર્ડ,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની ટીમ દ્વારા એવોર્ડ આપવામાં આવશે. સાંજે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં કિર્તીદાન ગઢવી,સાઈ રામ દવે ,અલ્પા દવે સહિતના ખ્યાતનામ કલાકારો રમઝટ બોલાવશે. આજે સ્ટેજ કાર્યક્રમ દરમ્યાન ધ્વજાના પૂજન બાદ ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જે ધામધૂમ પૂર્વક દ્વારકાની બજારોમાંથી નીકળી જગત મંદિરે પહોંચી હતી.
તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ
આજે દેશભરમાં મહોરમનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજકોટના ધોરાજીમાં એક ઘટના બની છે. ધોરાજીના રસુલપરા વિસ્તારમાં ઝુલુસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં શોર્ટ સર્કિટ થઈ હતી. જેમાં 15 જેટલા લોકોને કરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. PGVCL ની વીજ લાઈનમાં તાજિયો અડી જતાં ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્રણ વ્યક્તિઓ વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલોમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. સામે આવેલા નવા અપડેટ પ્રમાણે, સારવાર લઇ રહેલા બે વ્યક્તિઓના હૉસ્પિટલમાં મોત થયા છે.
ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના જુલૂસ દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી હતી. અહીં હાઇટેન્શન લાઇનને કારણે કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, આ ઘટના બોકારોના બર્મો વિસ્તારના ખેતરોમાં સવારે લગભગ 6 વાગ્યે ઘટી હતી. તમામ લોકો મોહરમમાં તાજિયાનું જુલુસ લઈને જઇ રહ્યાં હતા, ત્યારે 11000 વૉલ્ટના વાયરની ઝપેટમાં આવી ગયા હતા.
ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, તાજિયા ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11,000 હાઈટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગયા હતા, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, સાથે જ એમ્બ્યૂલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થાને લઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા છે.