રાજ્યના અનેક શહેરોમાં જન સેવા કેન્દ્રોમાં સર્વર ડાઉન, 7/12 ના દાખલા ન નીકળતા ખેડૂતોને ભારે હાલાકી
બનાસકાઠાંમાં ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિતનાં જનસેવા કેન્દ્રમાં 7/12 અને 8 અના ઉતારા નીકાળવા ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે.
Servers Down in Jan Seva Kendras in Gujarat: રાજ્યના અનેક શહેરોમાં જન સેવા કેંદ્રોમાં નેટ ક્નેક્ટિવીની સમસ્યા સર્જાઈ છે. સર્વર ડાઉન થવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં 7/12 અને 8-અના દાખલા નીકળવાનું બંધ થતાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાઠાંમાં ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિતનાં જનસેવા કેન્દ્રમાં 7/12 અને 8 અના ઉતારા નીકાળવા ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા સાત દિવસથી કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે. બારમા મહિનામાં પાક ધિરાણ રીન્યુ કરવા માટે ખેડૂતોને ઉતારાની તાતી જરૂર છે. પરંતુ કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાની મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અને ગ્રામપંચાયત પર કામગીરી ધીમી ચાલી રહી છે.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જમીન રી સર્વે અને પ્રમોલગેશન બાદની ક્ષતિ દૂર કરવા સમય વધારવામાં આવ્યો છે. વાંધા દૂર કરવાની પ્રક્રિયામાં 1 વર્ષની સમય મર્યાદા વધારવામાં આવી છે. 31મી ડિસેમ્બર, 2024 સુધી જમીન રી સર્વે અને પ્રમોલગેશન બાદની ક્ષતિ દૂર કરમા આવશે. આ અંગે મહેસુલ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.
રાજ્યમાં ખેતીની જમીન રીસર્વે માટે ડીજીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડઝ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી 33 જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી. માપણીમાં અસંખ્ય ક્ષતિઓ બહાર આવી હતી. કારણ કે મોટાભાગની જમીનની માપણી ઓફિસમાં બેઠા જેઠા ગૂગલ મેપના આધારે કરવામાં આવી હતી.ખોટી માપણીની ફરિયાદો પણ જે તે સમયે મોટી સંખ્યામાં ઉઠી હતી. પ્રમોલગેશન પછી રિસર્વે રેકોર્ડઝમાં ખાતેદારો દ્વારા રેકોર્ડની ક્ષતિઓ સુધરવાની રજૂઆતો તંત્રને મળી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2023માં કેબિનેટની બેઠકમાં જમીન રી-સરવે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારે જૂની સરકારના જમીન રી-સરવે રદ કર્યા હતો અને નવેસરથી જ જમીન માપણી કરાવવાની જાહેરાત કરી હતી. જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સરવેના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયથી અગાઉ કરાયેલા સરવે માટે ચૂકવાયેલી 700 કરોડની રકમ પાણીમાં ગઈ હતી. મહત્વનું છે કે સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો મળી હતી. જૂના સરવેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા. જેની બાદ સરકારે ફરીથી રી-સરવેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.