Gujarat rain: આગામી સાત દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આજે પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ રાજ્યમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે.
30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આવ્યું હતું. સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ,માં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
27 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં 27 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આજે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં ખાસ કરીને દાહોદ, વડોદરા, નવસારીમાં ભારે વરસાદની આગાહીની આગાહી છે, જ્યારે સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજના દિવસમાં 112 તાલુકામાં નોંધાયો વરસાદ
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તાલુકામાં સતત વરસાદી માહોલ જામ્યો છે. 36 તાલુકામાં એકથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે પણ વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
- નાંદોદ તાલુકામાં ખાબક્યો 8.66 ઈંચ વરસાદ
- નર્મદાના તિલકવાડામાં વરસ્યો 7.13 ઈંચ વરસાદ
- દાહોદ તાલુકામાં 7.09 ઈંચ વરસાદ
- વાપી તાલુકામાં 6.02 ઈંચ વરસાદ
- પાવી જેતપુર તાલુકામાં 5.5 ઈંચ વરસાદ
- સોનગઢમાં પાંચ ઈંચ, ગરુડેશ્વર 4.92 ઈંચ વરસાદ
- બારડોલી, વ્યારા તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
- મોરવાહડફ તાલુકામાં 4.34 ઈંચ વરસાદ
- વલસાડના પારડી તાલુકામાં 4.25 ઈંચ વરસાદ
- છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં 4.21 ઈંચ વરસાદ
- ડેડિયાપાડા તાલુકામાં 4.6 ઈંચ વરસાદ
- હાલોલ અને ધરમપુર તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
- ખેરગામ અને નેત્રંગ તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
- મોડાસા અને ઉમરપાડા તાલુકામાં 3.8 ઈંચ વરસાદ
- ગોધરા તાલુકામાં 3.54 ઈંચ વરસાદ
- મહુવા અને બોડેલી તાલુકામાં 3.35 ઈંચ વરસાદ
- માંડવી તાલુકામાં 3.23 ઈંચ વરસાદ
- સંજેલી તાલુકામાં 3.07 ઈંચ વરસાદ
- જાંબુઘોડા તાલુકામાં 2.87 ઈંચ વરસાદ
- સુરત શહેરમાં 2.60 ઈંચ વરસાદ
- કપરાડા તાલુકામાં 2.44 ઈંચ વરસાદ
- કામરેજ તાલુકામાં 2.44 ઈંચ વરસાદ
- ડોલવણ તાલુકામાં 2.24 ઈંચ વરસાદ
- સાગબારા અને ધાનપુર તાલુકામાં 2.17 ઈંચ વરસાદ
- વાલોડ, કુકરમુંડામાં 2.13 ઈંચ વરસાદ





















