શોધખોળ કરો

ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: અમરેલીમાં એકનું મોત, તો દીવ અને અંબાજીમાં પણ ગમખ્વાર ઘટનાઓ

Accident News: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં અનેક લોકો ઘાયલ, ક્યાંક સદનસીબે જાનહાનિ ટળી.

Gujarat accidents today: રાજ્યમાં આજે જુદા જુદા સ્થળોએ માર્ગ અકસ્માતોની એક દુઃખદ શ્રેણી જોવા મળી. અમરેલી, દીવ, બનાસકાંઠા, વડોદરા અને અમદાવાદમાં થયેલા અકસ્માતોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે અમરેલી અને વડોદરામાં કમનસીબે લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષા અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજુલા પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ, દીવના ઘોઘલા રોડ પર એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો ખુરદો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક કોટેશ્વર રોડ પર પણ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જીપ અને કાર વચ્ચે ધડાકાભેર અથડાતા થયેલા આ અકસ્માતમાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 3 ગંભીર રીતે ઘાયલ લોકોને પાલનપુર રીફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને અંબાજીની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કાર કોટેશ્વર જઈ રહી હતી ત્યારે સામેથી રોંગ સાઈડથી આવેલી જીપ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 5 મુસાફરો અમદાવાદના મણિનગરના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 2 ઈજાગ્રસ્તો અંબાજીના ચિખલા ગામના આદિવાસી યુવક છે. અંબાજી અને હડાદની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના શિરોલા ગામે પણ એક ટ્રક અને આઇશર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. એલ.પી. ટ્રક અને કેળા ભરેલી આઇશર ટેમ્પો સામસામે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આઇશરના ચાલક અને ક્લીનરને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, સારવાર માટે લઈ જતા પહેલા જ આઇશરના ચાલકનું મોત નીપજ્યું હતું. 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને ડભોઇ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેળા ભરેલી આઇશર ટેમ્પો રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતાં ક્લીનર અને ચાલક અંદર ફસાયા હતા. આ બનાવને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં રાથોડિયા અજય નામના યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અમદાવાદમાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યે એરપોર્ટ રોડ પર એસીબી ઓફિસ પાસે એક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી રીક્ષા સાથે કાર અથડાઈ હતી. એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફ આવતી વખતે એસીબી ઓફિસની સામે વળાંકમાં બ્રેક મારતા કાર ડિવાઇડર કૂદીને સામેના ભાગે પલટી ખાઈ ગઈ હતી અને સામેથી આવતી એક રીક્ષા અને બીજી કારને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રીક્ષા તથા ફોરવીલને સામાન્ય નુકસાન થયું હતું અને રીક્ષામાં બેઠેલા પેસેન્જર તથા ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તુરંત જ 10 મિનિટમાં કારમાં શોર્ટ સર્કિટ થતાં તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

આમ, આજે રાજ્યના વિવિધ ભાગોમાં થયેલા આ અકસ્માતોએ અનેક પરિવારોને દુઃખ પહોંચાડ્યું છે અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની આવશ્યકતા ફરી એકવાર સામે આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
શું દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે આયુષ્યમાન કાર્ડ, જાણો લોકોને કઈ રીતે શિકાર બનાવી રહ્યા છે ઠગ?
શું દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે આયુષ્યમાન કાર્ડ, જાણો લોકોને કઈ રીતે શિકાર બનાવી રહ્યા છે ઠગ?
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
Embed widget