રાજ્યના 36 શહેરોમાં વેપાર-ધંધામાં છૂટછાટ, જાણો શું ચાલુ રહેશે અને શું બંધ રહેશે ?
મુખ્યમંત્રીએ રાજ્યમાં આશિંક લોકડાઉનને લઈ પીપાવાવમાં મોટી જાહેરાત કરી હતી. 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો હળવા કરાયા છે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
ગાંધીનગર: મુખ્યમંત્રીએ રાજ્યમાં આશિંક લોકડાઉનને લઈ પીપાવાવમાં મોટી જાહેરાત કરી હતી. 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો હળવા કરાયા છે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
વેપારીઓ સવારે 9થી બપોરે 3 કલાક સુધી ખોલી શકાશે દુકાનો. રાજ્યમાં અત્યાર સુધી કર્ફ્યૂને કારણે 36 શહેરોમાં માત્ર જીવન જરૂરીયાતોની દુકાનો અને વેપાર ધંધા ચાલુ હતા. પરંતુ હવે મુખ્યમંત્રીએ વેપારીઓને રાહત આપતા સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખોલવાની છૂટ આપી છે.
શું ચાલુ રહેશે ?
પાનના ગલ્લા
ચાની કિટલી
હેર સલૂન
હાર્ડવેરની દુકાનો
ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
રેડીમેડ કપડાની દુકાનો
વાસણની દુકાનો
મોબાઇલની દુકાનો
હોલસેલ માર્કેટ
પંચરની દુકાન
ગેરેજ
શું-શું બંધ રહેશે ?
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે.
રાત્રિ કર્ફ્યૂ યથાવત
રાજ્ય સરકારે કોરોના સંક્રમણના કારણે લગાવેલા રાત્રિ કર્ફ્યૂનો અમલ યથાવત રહેશે. માત્ર દિવસે જ લારી, ગલ્લા અને દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેથી રાજ્યના 36 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. રાજ્યમાં અત્યાર સુધી કર્ફ્યૂને કારણે 36 શહેરોમાં માત્ર જીવન જરૂરીયાતોની દુકાનો અને વેપાર ધંધા ચાલુ હતા. પરંતુ હવે મુખ્યમંત્રીએ વેપારીઓને રાહત આપતા સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખોલવાની છૂટ આપી છે. જ્યના 36 શહેરોમાં નિયંત્રણો હળવા કરાયા છે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
રાજ્યમાં ભલે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હજુ એક સપ્તાહ એટલે કે આગામી 27 મે સુધી રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. માત્ર મુખ્યમંત્રીએ દિવસમાં છ કલાક માટે વેપારીઓને ધંધા-રોજગારની છૂટ આપી છે.