શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના 6 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ, સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે.

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૫ ઇંચ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.    

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૨ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ૫૯ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ ૫૧ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ૨૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

કુલ 11 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો

જયારે પારડી, ઓલપાડ, બારડોલી, પાટણ – વેરાવળ, ગણદેવી, ખંભાત મળી કુલ છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ ઉમરપાડા, કપરાડા, જામજોધપુર, વાલોડ, ધોળકા, જામનગર, વિસાવદર, જલાલપોર, વલસાડ, વાપી અને ખેરગામ મળી કુલ ૧૧ તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

કુલ 10 તાલુકામાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો

આ ઉપરાંત ડોલવણ, સુત્રાપાડા, ઘોઘા, ચિખલી, વાલિયા, ધંધુકા, નેત્રંગ, માણાવદર, રાજુલા, વ્યારા, ભરૂચ, માંગરોળ અને નાંદોદ મળી કુલ ૧૩ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તેમજ તલાલા, બાવળા, ચોરાસી, સાગબારા, તારાપુર, પોરબંદર, ડેડીયાપાડા, માંડવી, કરજણ અને ધરમપુર મળી કુલ ૧૦ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

17 તાલુકામાં અડધો ઇંચ વરસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, સોનગઢ, ધોરાજી, તિલકવાડા, ઝગડીયા, કેશોદ, જુનાગઢ શહેર, ભેસાણ, વંથલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇંચ કરત વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગરુડેશ્વર, ડાંગ- આહવા, કલ્યાણપુર, લાલપુર, ધારી, સિનોર, ઉના, ભાવનગર, વાંસદા, જોડિયા, કોડીનાર, વઘઈ, સાયલા, નડીયાદ, અમરેલી, ખેડા અને સોજીત્રા મળી કુલ ૧૭ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: કોંગ્રેસ અને અપક્ષનું શક્તિ પ્રદર્શન |Mavaji Patel | Gulabsinh | Abp AsmitaCanada Fast Track Study VISA: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો, સરકારનો વિચિત્ર નિર્ણયGujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટHun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા
યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી
SC On Bulldozer Justice: અધિકારીને કારણ વગર કોઈના મકાન તોડવાની સત્તા નથી, બુલડોઝરથી ડરાવીને લોકોનો અવાજ ન દબાવી શકાય: સુપ્રીમ કોર્ટ
અધિકારીને કારણ વગર કોઈના મકાન તોડવાની સત્તા નથી, બુલડોઝરથી ડરાવીને લોકોનો અવાજ ન દબાવી શકાય: સુપ્રીમ કોર્ટ
Embed widget