શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો, હવામાન વિભાગે શું કરી છે આગાહી? જાણો
ગુજરાતમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં આજે જનતા કર્ફ્યુ છે. જેના કારણે લોકો સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
અમરેલી: સાવરકુંડલાના ભુવા, ખડકાલા, જૂના સાવર, મોલડી, અમૃતવેલમાં કમોસમી વરસાદ થયો હતો. ભરઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાં પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકા ગયા હતાં. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે આજે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી પણ કરી છે.
ગુજરાતમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં આજે જનતા કર્ફ્યુ છે. જેના કારણે લોકો સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થંડર સ્ટોર્મ એક્ટિવિટીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. 25 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સુરત, વલસાડમાં વરસાદ પડવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે.
આ ઉપરાંત વાતાવરણમાં પલટો આવવાથી કોરોના વાયરસ વધુ વકરે તેવી શક્યતા છે. ચાલુ વર્ષે ખેડૂતોની માઠી બેઠી હોય તેમ ચોમાસા બાદ પણ સતત કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટું જેવી થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion