શોધખોળ કરો
Advertisement
વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? અમદાવાદમાં પડી શકે છે વરસાદી ઝાપટાં
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યો છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્રમાં પાણીનો ધોધમાર વરસાદ થયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જોકે હજુ ઘણાં ગામડાઓ એવા છે જ્યાં પાણી ભરાઈ રહ્યાં છે. ત્યારે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે. ગુજરાતમાં રાજ્યનો 28 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં હાલ આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નહીવત છે ત્યારે વેલ માર્ક્ડ પ્રેશર નિષ્ક્રિય પડતાં ભારે વરસાદ પડે તેવું લાગતું નથી. અમદાવાદમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે, ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement