શોધખોળ કરો
ભારે વરસાદને પગલે રાજ્યમાં ત્રણ જ દિવસમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ
હવામાન વિભાગના મતે આજથી રાજયમાં વરસાદનું જોર ઘટશે. રાજયમાં 28 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત છે.
![ભારે વરસાદને પગલે રાજ્યમાં ત્રણ જ દિવસમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ So many people lost their lives in just three days in the state due to heavy rains ભારે વરસાદને પગલે રાજ્યમાં ત્રણ જ દિવસમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/25155119/Bhavnagar-causeway.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લાં ઘણાં દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને પગલે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં 30 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 12 મોત તો મંગળવારે જ થયા છે.
પાણીમાં ડૂબવાથી, ભારે વરસાદને કારણે મકાન પડી જવાથી, ભારે પવન-વરસાદને કારણે ઝાડ પડવાથી મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. મંગળવારે વરસાદથી સર્જાયેલી અલગ અલગ ઘટનામાં મોરબીમાં 3, પાટણમાં 3, ડાંગ, જામનગર, જૂનાગઢ, તાપી, કચ્છ અને અમરેલીમાં 1-1નું મૃત્યુ થયું છે. જ્યારે 1400 જેટલા લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રાજયમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે આજથી રાજયમાં વરસાદનું જોર ઘટશે. રાજયમાં 28 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે 29 તારીખે રાજયમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. રાજયમાં અત્યાર સુધીમાં સિઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)