શોધખોળ કરો
Advertisement
સોમનાથ મંદિરમા 8 જૂનથી કરી શકાશે દર્શન, જાણો કોને નહી મળે પ્રવેશ
મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર્શનાર્થીઓ ગંગાજળ, બીલીપત્રો કે ફૂલો મંદિરમા નહી લઇ જઈ શકે.
ગીર સોમનાથ: સોમનાથ મંદિરમા 8 જૂનથી દર્શન કરી શકાશે. સોમનાથ મંદિરમાં 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને મંદિરમા પ્રવેશ આપવામાં નહી આવે. સોમનાથ મંદિરમાં દર્શ દરમિયાન દર્શનાર્થી દંડવ્રત પ્રણામ કે ઘંટ નહી વગાડી શકે.
મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર્શનાર્થીઓ ગંગાજળ, બીલીપત્રો કે ફૂલો મંદિરમા નહી લઇ જઈ શકે. એક કલાકમા 300 લોકો સોમનાથ મંદિરમા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને મંદિર રેલીંગ સહીત કોઇ વસ્તુ ન અડે તેવુ પણ સુચન કરવામાં આવ્યું છે. મંદિર પ્રવેશ પૂર્વે સેનેટાઇઝર માસ્ક અને ડીસ્ટન્સનું ફરજિયાત પાલન કરવાનુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion