શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: આ જગ્યાએ મતદાન જાગૃતિ માટે ખાસ ઓફર, ગાઠીયા-ભજીયા સાથે જલેબી ફ્રી

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયુચાલી રહ્યું છે ત્યારે આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુને વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામા આવી રહયા છે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયુચાલી રહ્યું છે ત્યારે આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુને વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામા આવી રહયા છે. ત્યારે પોરબંદરમાં મતદાન જાગૃતિને લઈ વેપારી અને તબીબો પણ મેદાને આવ્યા છે. મતદાતાઓ માટે ખાસ ઓફર રાખવામા આવી હતી.

પોરબંદરમાં આજે વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી. પોરબંદર વિધાનસભા બેઠકમાં સૌથી વધારે મતદાન થાય તે માટે પોરબંદરના ખાણીપીણીના ધંધાર્થીઓએ ખાસ ઓફર રાખી હતી. જાણીતા કનુભાઈ ગાંઠીયા અને ભજીયાવાળા દ્વારા જે મતદાર મતદાન કરીને આવે તેમને ગાઠીયા અને ભજીયાની પ્લેટ સાથે જલેબીની પ્લેટ ફ્રી આપવામા આવી હતી. તો શિવા બેકર્સ દ્વારા જે મતદાતા મતદાન કરી અને તેમની શોપ ઉપર આવે તેમને પેસ્ટ્રી ખવડાવી અને મીઠુ મોઢુ કરાવવામા આવ્યુ હતુ. વેપારીઓ એવુ જણાવ્યું હતુ કે લોકશાહીના પર્વની ઉજવણી લોકો આનંદ અને ઉત્સાહ સાથે કરે તે માટે આ ખાસ ઓફર મુકવામા આવી હતી.

તો બીજી તરફ પોરબંદરના મનન ટેસ્ટ ટયુબ બેબી અને ડેન્ટલ હોસ્પીટલ દ્વારા મતદાન જગૃતિ્‌ને ખાસ ઓફર આપવામાં આવી હતી. જે દર્દી મતદાન કર્યાનુ નિશાન દેખાડશે તેમને એક સપ્તાહ સુધી એકઅપ ફ્રી કરી આપવા માટેની ખાસ ઓફર આપી છે. તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પોરબંદરમાં આજે મતદાનના દીવસે લોકોમાં પણ એનરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ મતદાન જગૃતિના અભિાયાનમાં વેપરીઓ અને તબીબો પણ જોડાયા હતા.

AAP નેતા રેશ્મા પટેલે કર્યો આચાર સંહિતાનો ભંગ

આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી મતદાન કર્યું હતું. મતદાન મથક નજીક ઝાડુ બતાવી મતદાન કર્યાનો વીડિયો વાયરલ થયો છે.

ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે બે કલાકમાં અંદાજિત 10 થી 12 ટકા મતદાન થયું છે.  મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

સુરતની કતારગામ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ. મતદાન કર્યાનો ફોટો ટ્વિટર પર મૂકી તેમણે લખ્યું, તમારા એક મતથી પેપર ફૂટવાની ઘટના બંધ થશે, તમારા મતથી તમારું ભાગ્ય બદલશે. મતદાન અવશ્ય કરો. જય હિન્દ

અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર ગેસ સિલિન્ડર બાંધીને વોટ આપવા નીકળ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મત આપવા સાયકલના સ્ટેન્ડ પર ગેસ સિલિન્ડર બાંધીને નીકળ્યા હતા.

મત આપ્યા બાદ શું કહ્યું ધાનાણીએ

પરેશ ધાનાણીએ મત આપ્યા બાદ કહ્યું, ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, શિક્ષણનું ખાનગીકરણ થયું છે. સત્તાનું પરિવર્તન થશે અને કોંગ્રેસ આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget