શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીને લઇ રાજય સરકારે જાહેર કરી SOP, જાણો વિગત
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીને લઈને રાજય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીને લઈને રાજય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. બંધ જગ્યામાં 50 ટકા વ્યકિતની મર્યાદા રાખવામાં આવી છે. વધુમાં વધુ 200 લોકો જ રહી શકશે. ખુલ્લી જગ્યાના કાર્યક્રમોમાં 6 ફુટનુ અંતર રાખવુ જરુરી રહેશે.
સભાના સ્ટેજ પર 7 લોકોને મંજૂરી આપવામાં આવી છે, જો સ્ટેજ મોટુ હોય તો વધુમાં વઘુ 14 લોકોને મંજુરી આપવામાં આવી છે. કાર્યક્રમને લઇને પહેલા મંજૂરી લેવી જરુરી રહેશે. ડોર ટુ ડોર પ્રચારમાં મહત્તમ 5 વ્યકિત રાખી શકાશે. ચૂંટણી પ્રચાર દરમિયાન રોડ- શો કે બાઇક રેલીમાં 5 વાહનો પછી યોગ્ય અંતર જાળવવું પડશે. કોવિડ-19ની માર્ગદર્શિકા સાથે જાહેર રેલી યોજી શકાશે.
રાજ્યમાં યોજાનારી આઠ બેઠકો પર પેટાચૂંટણીમાં આગામી ત્રણ નવેમ્બરે મતદાન થશે. જ્યારે મતગણતરી 10 નવેમ્બરે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion