શોધખોળ કરો
Advertisement
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વેચવા માટે OLX પર નાંખી દીધી જાહેરાત, કેસ દાખલ
આ મામલો સામે આવ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર પણ હરકતમાં આવી ગયુ હતુ અને મામલાને લઇને કેવડિયા કોલોની પોલીસે ફરિયાદ દાખલ કરાવી હતી
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનુ સંકટ સતત વધી રહ્યું છે, હાલ દેશભરમાં 21 દિવસનુ લૉકડાઉન છે. ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વેચવા માટેની એક ઓનલાઇન જાહેરાતનો મામલો સામે આવ્યો છે.
હાલ દેશભરમાં કોરોના મહામારીનો સામનો કરવાનો મામલો છે, ત્યારે ઓનલાઇન વેબસાઇટ ઓએલએક્સ પર દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વેચવા માટે એક જાહેરાત મળી છે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વેચવા માટેની જાહેરાત મળતાની સાથે જ સરકારી ખાતામાં હડકંપ મચી ગયો છે.
ખરેખરમાં વાત એમ છે ને કે, ઓએલએક્સ પર એક જાહેરાત પૉસ્ટ કરવામાં આવી છે, જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વેચાણની વાત કરવામાં આવી છે, આ જાહેરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 30 હજાર કરોડમાં વેચવા માટે મુકવામાં આવી છે. સાથે લખ્યું છે કે ગુજરાત સરકારને કોરોના વાયરસની પરિસ્થિતિ સામે લડવા માટે હૉસ્પીટલ અને મેડિકલ ઉપકરણો માટે પૈસાની જરૂર છે.
વળી, આ મામલો સામે આવ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર પણ હરકતમાં આવી ગયુ હતુ અને મામલાને લઇને કેવડિયા કોલોની પોલીસે ફરિયાદ દાખલ કરાવી હતી. તંત્રએ અજાણ્યા શખ્સ અને ઓએલએક્સ કંપની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઇ પટેલની આ દુનિયાની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા છે, અને 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement