શોધખોળ કરો

ધો-10ના વિદ્યાર્થીઓને એક જ સપ્તાહમાં માર્કશીટ મળી જશે ! જાણો બોર્ડના ક્યા સભ્યએ આ નિવેદન આપ્યું

ધોરણ 10માં સરકારે બોર્ડ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની જાહેરાત તો કરી દીધી છે.

ધો 10માં માસ પ્રમોશન બાદ માર્કશીટ ક્યારે મળશે અને ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેની મુંઝવણ વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ દિનેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. એક સપ્તાહમાં સરકાર તમામ માસ પ્રમોશન થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડી દેશે. સાથે જ ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેને લઈને પણ સપ્તાહના અંતમાં નિર્ણય લેવાઈ જશે. જો કે સત્તાવાર જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા કરશે.

ધોરણ 10માં સરકારે બોર્ડ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ ધોરણ 10નું પરિણામ કઈ રીતે આપવુ અને કઈ રીતે માર્કશીટ તૈયાર કરવી તે અંગે મોટી મુશ્કેલી છે. ત્યારે આ મુદ્દે સરકારે રચેલી તજજ્ઞોની કમિટીની હજુ સુધી એક જ બેઠક મળી છે. પોલિસી ક્યારે જાહેર થશે તે હજુ નક્કી નથી. ત્યારે આ વર્ષે ધોરણ 11ના પ્રવેશને લઈને સ્કૂલો મુંઝવણમાં છે.

હોશિયાર વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં અન્યાય તો નહી થાયને અને સારી સ્કૂલોમાં જે સ્કૂલ સિવાયની અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ તો મળશે કે કેમ તે એક મોટી મૂંઝવણ છે. ધોરણ 10માં આઠ લાખ 37 હજાર જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા સરકારે કોરોનાને લીધે રદ કરી દીધી છે અને આ વિદ્યાર્થીઓને આ વર્ષએ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ સ્કૂલો ચાલી જ નથી અને ઓનલાઈન શિક્ષણ સાથે આઠ શહેરોમાં પ્રથમ પરીક્ષા પણ યોગ્ય રીતે થઈ નથી. ત્યારે કંઈ રીતે પરિણામ આપવુ તે મોટો પ્રશ્ન છે.

પરિણામ માટે ધોરણ 10ના ક્યા માપદંડો ગણવા. ધોરણ આઠ કે નવના પરિણામને માપદંડ ગણવા કે નહી તે સહિતના અનેક પ્રશ્નો છે. આ મુદ્દે સરકારે તજજ્ઞોની કમિટી તો રચી દીધી છે. પરંતુ હજુ સુધી માસ પ્રમોશન પોલિસી નક્કી થઈ શકી નથી. કમિટીની એક બેઠક મળી ગઈ છે અને હજુ બીજી બેઠળ મળવાની છે. ત્યાર બાદ કમિટી સૂચનો સાથેનો પોલિસી ડ્રાફ્ટ રિપોર્ટ સરકારને સોંપશે. અને ત્યાર બાદ સરકાર ધોરણ દસના પરિણામ માટેના નિયમો જાહેર કરશે. ત્યારબાદ ધોરણ દસના આઠ લાખ 37 હજાર વિદ્યાર્થીઓની માર્કશીટ પ્રિંટ થશે. અને સ્કૂલોમાં વિતરણ થશે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget