શોધખોળ કરો
Advertisement
સાવકી માતાએ યુવાન પુત્રની કરી હત્યા, શંકાસ્પદ હાલતમાં મળી હતી લાશ
ભરૂચઃ ગુજરાત રાજ્યના શિવસેના પ્રદેશ ઉપ પ્રમુખના યુવાન પુત્રની હત્યા તેની સાવકી માતાએ કરી હોવાનો ઘટ્સફોટ થયો છે. સવાકી માતાએ તેની ઠંડા કલેજે સાવકી દીકરાનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે તેની સાવકી માતાની ઘરપકડ કરી છે. વિવેક ઉર્ફે બાદલની હત્યામાં સાવકી માતાને સાથ આપનાર વોચમેનની સંડોવણી બહાર આવતા પોલીસે ઘરના વોચમેનની પણ ઘરપકડ કરી હતી.
વિવેક તેની સાવકી માતાને કણાની જેમ ખુંચતો હતા. જેણે વિવેકને ઉગાઉ પણ બે વાર મારવાનો પ્રયાસ કર્યો હતો. માતાને કણાની જેમ ખુંચતા વિવેકને પહેલા પણ બે વાર મારવાનો પ્રયાસ સાવકી માતા દ્વારા કરવામાં આવ્યો હતો.વર્ષ 2009માં વિવેકની સોપારી આપીને સાવકી માતાએ તેનો કાંટો કાઢવા પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ 2011માં વિવેકને ઉંઘની ગોળી આપીને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો હતો.
રાજ્ય શિવસેનાના ઉપપ્રદેશ પ્રમુખ અને અંકલેશ્વર GIDCની મધુવન સોસાયટીમાં રહેતા સતિષ પાટીલના 18 વર્ષીય દીકરાનો મૃતદેહ તેમના ઘરના કંપાઉન્ડમાંથી રહસ્યમય રીતે મળી આવ્યો હતો, જે અંગે પોલીસે તલસ્પર્શીય તપાસના ચક્રો ગતિમાન કાર્ય છે. અંકલેશ્વર GIDCની મધુવન સોસાયટીમાં રહેતા અને ગુજરાત રાજ્ય શિવસેનાના પ્રદેશના ઉપપ્રમુખ સતિષ પાટીલનો 17 વર્ષીય દીકરો વિવેક ઉર્ફે બાદલ પાટીલ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.
તારીખ 24મીના રોજ બપોરના સમયથી વિવેક ગુમહતો અને તેના પરિવારજનો પણ તેની શોધખોળ કરી રહ્યા હતા. તેમજ તેના મોબાઈલ ફોન ઉપર પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં કોઈજ ભાળ મળી ના હતી. પરિવારજનોએ દીકરાની કોઈ જ ભાળ ન મળતા આખરે તેના ગુમ થયા અંગેની ફરિયાદ GISD પોલીસ મથકમાં દર્જ કરાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement