Suredranagar: બસમાં પંચર પડતાં ડ્રાઇવર બસ સાઇડમાં રાખી બદલાવી રહ્યો હતો વ્હીલ, પાછળથી આવ્યો ટ્રકને......
Accident News: વખતપર ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી. બસમાં પંચર પડતા મુસાફરો બહાર નીકળી દૂર ઉભા હોવાથી મોટી જાનહાની ટળી હતી.
Suredranagar Accident News: લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. લકઝરી બસમાં પંચર પડતા ડ્રાઇવર બસ સાઇડમાં રાખી વ્હીલ બદલાવી રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે બસ સાથે ટ્રક ધડાકા ભેર અથડાવી હતી.
ક્યાં બની ઘટના
વખતપર ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી. બસમાં પંચર પડતા મુસાફરો બહાર નીકળી દૂર ઉભા હોવાથી મોટી જાનહાની ટળી હતી.
અમદાવાદમાં બીઆરટીએસ બસ સામ સામી અથડાઈ
અમદાવાદમાં આજે ફરી એક વખત બીઆરટીએસની બે બસનો અકસ્માત થયો છે. બંને બસો સામ સામી ટકરાઈ હતી. ઈસ્કોન ચાર રસ્તા પર બીઆરટીએસની બસનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક રાહદારી ઘાયલ થયો હતો. ઘાયલ રાહદારીને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. રાહદારીને બચાવવાના પ્રયાસમાં અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યક્ષદર્શીના દાવા મુજબ, આંબલી ગામ તરફ જતી બસનું સિગ્નલ બંધ હતું. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ
Somvar Upay: સોમવારે કરો આ ઉપાય, થશે મહાદેવની કૃપાને સંકટ થશે દૂર
India Corona Cases Today : દેશમાં થયો કોરોના વિસ્ફોટ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
Maharashtra Political Crisis Live: મહારાષ્ટ્રની રાજકીય લડાઈ પર આજે સુપ્રીમમાં સુનાવણી
Ahmedabad: અમદાવાદમાં બે BRTS બસ સામ સામી ટકરાઈ, જાણો પ્રત્યક્ષદર્શીએ શું કર્યો દાવો