Maharashtra Political Crisis Live: શિંદે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આપી નોટિસ, 11 જુલાઈએ વધુ સુનાવણી
Maharashtra Political Crisis: મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ધડાકો કરતા કહ્યુ છે કે, બાગી જૂથના નેતા એનાથ શિંદેને 20 મેના રોજ ઉધ્ધવ ઠાકરેએ સીએમ પદ ઓફર કર્યુ હતુ.
LIVE
Background
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે જૂથના 20 બાગી ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે સાથે રહેલા ઓછામાં ઓછા 20 ધારાસભ્યો કથિત રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે. તેમાંથી કેટલાક ધારાસભ્યો ભાજપમાં વિલયની વિરૂદ્ધમાં છે.
શિવસેનાના 15 બળવાખોરોને મળી Y+ કેટેગરીની સુરક્ષા
શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકાર તરફથી વાય પ્લસ (Y+) કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાની જાહેરાત કરી છે. ધારાસભ્યોની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોની તૈનાતી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આપી નોટિસ
શિંદે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. આ કેસમાં વધુ સુનાવણી 11 જુલાઈએ હાથ ધરવામાં આવશે.
Supreme Court issues notice to Deputy Speaker, Secretary of Maharashtra State Legislative Assembly, Centre and others on pleas filed by rebel MLAs against the disqualification notice issued by the Deputy Speaker Narhari Zirwal against Eknath Shinde and 15 other rebel legislators. pic.twitter.com/oYrAKW9CZ4
— ANI (@ANI) June 27, 2022
ઉદ્ધવ સરકારને મોટો ફટકો
મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો લાગ્યો છે. શિંદે ગ્રુપના બળવાખોર ધારાસભ્યોએ મહાવિકાસ અઘાડી સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે, રાવસાહેબ દાનવેએ આપ્યા સંકેત
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે મોટા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રી રાવસાહેબ દાનવેએ સંકેત આપ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે.
50-50 કરોડમાં વેચાયા ધારાસભ્યો- સામના
શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. જેમાં ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાનું લખવામાં આવ્યું હતું. સામનામાં ખુલ્લા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્રને લાગે છે કે આ ધારાસભ્યોનો અર્થ એવો છે કે તેઓ લોકશાહી, સ્વતંત્રતાના રક્ષક છે, તેથી તેઓ તેમનો વાળ પણ નુકસાન થવા દેશે નહીં. વાસ્તવમાં આ લોકો 50-50 કરોડમાં વેચાતા 'બિગ બુલ્સ' છે.
શિંદે જૂથ MNSને મર્જર માટે મુખ્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યું હોવાની ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે ગ્રુપ વિલય માટે વિકલ્પો શોધી રહ્યું છે. જો શિંદે જૂથના વિલીનીકરણનો સમય આવશે તો આ જૂથ પણ રાજ ઠાકરે (Raj Thackeray)ની પાર્ટી MNSમાં જોડાઈ શકે છે. શિંદે જૂથ MNSને મર્જર માટે મુખ્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યું હોવાનું કહેવાય છે. તેની પાછળનું કારણ એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ વારંવાર કહ્યું છે કે તેઓ હિન્દુત્વ માટે અલગ થઈ રહ્યા છે. તેમનું હિન્દુત્વ બાલાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છે. તાજેતરના સમયમાં રાજ ઠાકરે દ્વારા ભજવવામાં આવેલી હિન્દુત્વની ભૂમિકા બાળાસાહેબ ઠાકરે જેવી જ છે. એવી અટકળો છે કે હિંદુત્વના મુદ્દે શિંદે જૂથ MNS સાથે ભળી શકે છે.