સૌરાષ્ટ્રની કઈ પાલિકામાં ભાજપના કાઉન્સિલરે રાજીનામું આપી દેતા ખળભળાટ?
હિતેશ બજરંગ નામના કાઉન્સિલરે પાલિકા ચીફ ઓફિસરને લેખિત સ્વૈચ્છિક રાજીનામુ આપવાનો લેખિત ઉલ્લેખ કરી રાજીનામુ આપ્યું છે. જોકે, આ રાજીનામાને કારણે જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે રાજીનામુ આપી દેતાં રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ચૂંટણી પત્યાના 4 માસમાં જ બીજી વખત આ કાઉન્સિલરે રાજીનામું આપ્યુ છે. હિતેશ બજરંગ નામના કાઉન્સિલરે પાલિકા ચીફ ઓફિસરને લેખિત સ્વૈચ્છિક રાજીનામુ આપવાનો લેખિત ઉલ્લેખ કરી રાજીનામુ આપ્યું છે.
જોકે, આ રાજીનામાને કારણે જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે સમજાવટનો દોર શરૂ કર્યો છે.
Panchmahal : ભાજપના ધારાસભ્ય રિસોર્ટમાં યુવક-યુવતીઓ સાથે માણી રહ્યા હતા મહેફિલ ને પડી પોલીસની રેડ
હાલોલઃ નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. ભાજપનાં ધારાસભ્ય (MLA) કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે.
જીમીરા રીસોર્ટ વડોદરાના ભાજપના બક્ષીપંચના મહામંત્રીનુ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર ૧ના ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અમિત ટેલરનું આ રીસોર્ટ છે. અમિત ટેલર નિવૃત જજના પુત્ર છે. એલસીબીએ સાંજે ૬ થી ૬:૩૦ની વચ્ચે રીસોર્ટની ઘેરા બંધી કરી હતી. ઘેરાબંધી કર્યા બાદ કરી હતી રેડ. રેડ કરતા એમએલએ કેશરીસિંહ અને અન્ય લોકો જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. હાલ પાવાગઢ પોલીસ અને એલસીબીએ રીસોર્ટ માલિક અમિત ટેલરની પણ શોધખોળ હાથ ધરી છે.
ધારાસભ્ય સાથે નબીરા હોવાની ચર્ચા ચાલી રહી છે. રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી જુગાર ધામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત હાઇપ્રોફાઇલ યુવતીઓ દ્વારા જુગાર રમાડાતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધારાસભ્ય અને નબીરાઓને ઝડપી લીધા હતા.
રિસોર્ટમાંથી ખેડા જિલ્લાના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત 18 પુરુષો અને 7 મહિલાઓ પણ ઝડપાઈ છે. મહિલાઓમાં 3 નેપાળી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દારૂની 7 ઉપરાંત બોટલ પણ મળી આવી છે. પોલીસે હાલ ધારાસભ્ય સહિત અન્યોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
પાવાગઢ પોલીસ સહિત એલસીબીની ટીમોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. ધારાસભ્ય સહિત નબીરાઓ જીમીરા રિસોર્ટમાં દારૂની પણ મહેફિલ માણી રહ્યા હોવાનું આધાર ભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પોલીસ હાલ તમામ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે હાલ પોલીસ પણ આ મુદ્દે કોઇ પ્રકારનું અધિકારીક નિવેદન આપવાનું ટાળી રહી છે. અંદર એક ધારાસભ્ય હોવાની વાત પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે પોલીસ આ અંગે મગ નું નામ મરી પાડવા માટે તૈયાર નથી.
પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સાથે થયેલી વાતચીત અનુસાર ભાજપનાં ધારાસભ્ય (MLA) કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે.