શોધખોળ કરો

Surendranagar: પોષ ડોડાની હેરાફેરી કરતાં બે શખ્સોને SOGએ લિંબડીથી ઝડપ્યા, કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

એસઓજીની ટીમે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર વેપાર પર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. ગઇકાલે સુરેન્દ્રનગર SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે

Surendranagar Crime News: રાજ્યમાં ઠેર ઠેર એસઓજી પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યુ છે, આ અંતર્ગત ગઇકાલે અચાનક એસઓજી પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના બોરણા ગામે દરોડા પાડ્યા હતા, જેમાં પોષ ડોડાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, આ બન્ને પાસેથી કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો. એસઓજીની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા છે.

એસઓજીની ટીમે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર વેપાર પર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. ગઇકાલે સુરેન્દ્રનગર SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના લિંબડી તાલુકાના બોરણા ગામ નજીકથી ગેરકાયદેસર પોષ ડોડાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. એસઓસજીએ આ દરોડામાં ૨૦૬ કિલો પોષ ડોડાનો જેની કિંમત ૬.૧૭ લાખ રૂપિયા છે, આની સાથે સાથે 11 હજારના 04 મોબાઈલ, 5 લાખની એક કાર, ૭૫૦૦૦ની કિંમતના 3 બાઇક, આમ રોકડ મળીને કુલ ૧૨.૧૬ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા બન્ને શખ્શો વિરૂદ્ધ આ કિસ્સામાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SOG ટીમે દરોડા પાડતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

ભાવનગર SOG એ બાતમીના આધારે નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો

ભાવનગરમાંથી યુવાધનને બરબાદ કરતા કોડેઈન કફ સિરપનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલ ડીલરને ત્યાં ડોક્ટરની મંજૂરી વગર કફ સિરપની બોટલો વેચીને ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો.  જોકે આ મેડિકલ એજન્સીથી માત્ર એક કિલોમીટરના અંતરે ભરતનગર પોલીસ સ્ટેશન આવેલું છે.  જે હવે શંકાના દાયરામાં ઘેરાયું છે.  કારણ કે શહેરમાં બેફામ કફ સિરપની બોટલોનું વેચાણ પોલીસના નાક નીચે વધી રહ્યું છે. 

ભાવનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સીમાં મોટાપાયે કોડેઈન નામની કફ સિરપનો ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે.  જોકે આ કફ સિરપની બોટલથી ભાવનગરના યુવાઓ નશાના રવાડે ચડ્યા છે તે પણ સત્ય છે. પરંતુ આ કફ સિરપની બોટલ યુવાનો માટે ઘાતક સાબિત થઈ રહી છે તે નકારી શકાય નહીં.  તાજેતરમાં ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જેમકે આણંદ નગર વિસ્તાર, કુંભારવાડા વિસ્તાર, કરચલીયા પરા, આડોડિયા વાસ, ચિત્રા સહિતના પાન મસાલાની દુકાનો પર પણ આસાનીથી ઉપલબ્ધ થાય તેવી કોડેઈન કફ સિરપની બોટલનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.  મેડિકલ શોપ અને દુકાનદારો માત્ર 150 રૂપિયાનું કમિશન મેળવવા માટે આ પ્રકારના નશાકારક કફ સિરપની બોટલ વેચીને યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે. 

ભાવનગરના મેડિકલ એજન્સી સ્ટોર પરથી જે જથ્થો મળ્યો છે તેમાં ભાવનગર એસઓજી પોલીસ અને અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  એજન્સી શોપમાંથી કુલ 579 100 mlની કફ સિરપની બોટલો મળી આવી છે, જેમની કુલ કિંમત 86,850 થાય છે.  આ એજન્સી સ્ટોર પરથી દિલીપ ધોલેતર નામનો વ્યક્તિ છૂટકમાં કફ સીરપની બોટલો વેચીને ગોરખ ધંધો ચલાવતો હતો. હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ મેડિકલ એજન્સી સ્ટોરને સીલ મારવામાં આવ્યો છે તેમજ આ વ્યક્તિની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

હાલ તો ભાવનગર પોલીસ દ્વારા આ મેડિકલ સ્ટોરને સીલ મારી દેવામાં આવ્યું છે. આ નશાકારક સિરપ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર કેસને લઈ ભાવનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget