શોધખોળ કરો

Syrup Death:મોતના સિરપનું ગુજરાત કનેકશન,14 બાળકોનો લીધો ભોગ

Syrup Death: મધ્યપ્રદેશ- રાજસ્થાનમાં મોતનું કારણ બનેલા સિરપનું ગુજરાત કનેકશન સામે આવ્યું છે. સિરપ બનાવવા માટેનું કેમિકલ સુરેન્દ્રનગરની કંપનીથી મોકલાવાયું હતુ.જાણીએ વધુ ડિટેલ

Syrup Death: મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માસૂમ બાળકોનો જીવ લેનાર ઝેરી સિરપનું ગુજરાત કનેકશન સામે આવ્યુ છે. સિરપ બનાવનાર ગુજરાતની બે ફાર્મા કંપનીઓ હાલ  રડાર પર છે.બાવળાની રેડનેક્સ ફાર્મા અને  સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપની શંકાના દાયદા છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નિર્ધારીત માત્રા કરતા વધુ ડ્રગ્સ વાળુ સિરપ ગુજરાતમાં બન્યું હતું. ત્રણ દિવસ સુધી રેડનેક્સ કંપનીમાં તપાસ ચાલી હતી. કફ સિરપ માટે સુરેન્દ્રનગરની કંપનીમાંથી કાચો માલ એટલે કે આ કેમિકલ ગયું હતુ.

ગાંધીનગર ડ્રગ્સ વિભાગની ટીમે સુરેન્દ્રનગરમાં  તપાસ કરી.  જો કે કંપનીના માલિકનો કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે.  ઉલ્લેખનિય છે કે, કેમિકલ ડાયએથિલીન ગ્લાઈકૉલનું ઉત્પાદન ગુજરાતની કંપનીઓમાં થાય છે. આ કેમિકલ વધુ ઉમેરવાથી તે ઝેરી બને છે. આ કફ સિરપમાં ઝેરી કેમિકલની વધુ પડતી માત્રા જોવા મળી હતી.  બંને સિરપ પર તાત્કાલિક રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે . મધ્યપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આ સિરપના પ્રોડકશન અને વેચાણ પર પ્રતિબંધ લેગાવી દેવાયો  છે.

સિરપ કાંડમાં 14 બાળકના મોતનું પગેરૂ ગુજરાતમાં નીકળતા. એબીપી અસ્મિતા  સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપની પર પહોંચ્યું હતું અને સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ ગુજરાતમાં નશીલા કફ સિરપનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. અગાઉ ચાંગોદરમાંથી નશીલા કફ સિરપની ફેકટરી  ઝડપાઇ હતી નફો કરવાની લ્હાયમાં ઉત્પાદકો નશીલા પદાર્થનો વધુ ઉપયોગ કરે છે. ગુજરાતમાં પણ કફ સિરપના નામે નશાનો વેપાર  ચાલતો હતો.

બગોદરા પાસે આવેલી દવાની કંપનીમાં રેડ 

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત બાદ ફૂડ વિભાગ સતર્ક બન્યું છે. ફૂડ-ડ્રગ્સ વિભાગે અમદાવાદ બગોદરા નજીક દવાની કંપનીમાં રેડ પાડી હતી, જેમાં નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાનો મોટા જથ્થો મળી આવ્યો છે.  કેન્દ્ર અને રાજ્યના ફૂડ-ડ્રગ્સ વિભાગે ઈન્સ્પેકશન કરી દવાનો જથ્થો જપ્ત કર્યો છે.,નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાઓ મળતા કંપનીનું પ્રોડકશન પણ બંધ  કરાવ્યું છે. ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે  કંપનીને નોટિસ આપી ખુલાસો કરવા આદેશ આપ્યાં છે. ઉલ્લેખનિય છે કે, આ કાર્યવાહી મધ્યપ્રદેશ સરકારની નોનક્વોલિટી સ્ટાન્ડર્ડના દવાના લિસ્ટના આધારે કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક મહિનામાં કફ સિરપથી  મધ્યપ્રદેશના છિંદવાડામાં 11 બાળકો અને રાજસ્થાનમાં 3 બાળકોના મૃત્યુ બાદ, બંને રાજ્યોમાં બાળ સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ બેને રાજ્યોમાં કફ સિરપ પીધા બાદ બાળકોનો મોત થયા છે. જેને લઇને હવે ફૂડ અને ડ્રગ્સ વિભાગ કેટલીક લિસ્ટેડ દવા અંગે તપાસ કરી રહી છે આ સીરપનું વેચાણ તાત્કાલિક બંધ કરાયું છે. જો કે ગુજરાત માટે રાહતની વાત છે કે, આ સીરપ ગુજરાતમાં નથી વેચાતું. જે અન્ય રાજ્યોમાં  રાજ્યમાં કોલ્ડ્રિફ કફ સિરપ વેચાઇ રહ્યું છે. તેના પર પણ પ્રતિબંધ લગાવવામં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મતદાર યાદીની 'ખાસ સઘન સુધારણા ઝુંબેશ' (SIR) ની જાહેરાત, આ તારીખે ફાઈનલ મતદાર યાદી થશે પ્રસિદ્ધ
ગુજરાતમાં મતદાર યાદીની 'ખાસ સઘન સુધારણા ઝુંબેશ' (SIR) ની જાહેરાત, આ તારીખે ફાઈનલ મતદાર યાદી થશે પ્રસિદ્ધ
માવઠાનો ભયાનક માર: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદનું તાંડવ રહેશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
માવઠાનો ભયાનક માર: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદનું તાંડવ રહેશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભાવનગરમાં માવઠાનો કહેર: મહુવા તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, 351 ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ, ગામો સંપર્ક વિહોણા
ભાવનગરમાં માવઠાનો કહેર: મહુવા તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, 351 ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ, ગામો સંપર્ક વિહોણા
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં આજે કયા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Ambalal Patel Prediction: આવતી કાલે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર, અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish :  હું તો બોલીશ : પૂજા આથમતા સૂરજની
Hun To Bolish :  હું તો બોલીશ : સંકટમાં ખેડૂત, ખેતીનો 'વીમો'
Hun To Bolish :  હું તો બોલીશ : શિયાળામાં જળબંબાકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મતદાર યાદીની 'ખાસ સઘન સુધારણા ઝુંબેશ' (SIR) ની જાહેરાત, આ તારીખે ફાઈનલ મતદાર યાદી થશે પ્રસિદ્ધ
ગુજરાતમાં મતદાર યાદીની 'ખાસ સઘન સુધારણા ઝુંબેશ' (SIR) ની જાહેરાત, આ તારીખે ફાઈનલ મતદાર યાદી થશે પ્રસિદ્ધ
માવઠાનો ભયાનક માર: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદનું તાંડવ રહેશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
માવઠાનો ભયાનક માર: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદનું તાંડવ રહેશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભાવનગરમાં માવઠાનો કહેર: મહુવા તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, 351 ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ, ગામો સંપર્ક વિહોણા
ભાવનગરમાં માવઠાનો કહેર: મહુવા તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, 351 ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ, ગામો સંપર્ક વિહોણા
બિહારની સફળતા બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય: દેશભરના વધુ 12 રાજ્યોમાં SIR નો બીજો તબક્કો શરૂ થશે
બિહારની સફળતા બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય: દેશભરના વધુ 12 રાજ્યોમાં SIR નો બીજો તબક્કો શરૂ થશે
ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર! કમોસમી વરસાદની નુકસાની માટે આગામી ૪૮ કલાકમાં સરકાર લેશે મોટો નિર્ણય
ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર! કમોસમી વરસાદની નુકસાની માટે આગામી ૪૮ કલાકમાં સરકાર લેશે મોટો નિર્ણય
Amreli Rain: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે મચાવી તબાહી, જુઓ તસવીરો
Amreli Rain: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે મચાવી તબાહી, જુઓ તસવીરો
Ambalal Patel: અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ સુધી ભૂક્કા બોલાવશે વરસાદ
Ambalal Patel: અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ સુધી ભૂક્કા બોલાવશે વરસાદ
Embed widget