શોધખોળ કરો

Tapi: પિતાએ નવી બાઇક ના લઇ આપી તો દીકરાએ પત્ની સાથે ટ્રેન નીચે પડતુ મુક્યુ, બાદમાં પિતાએ પણ કરી લીધી આત્મહત્યા

તાપી નજીક ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક એક આત્મહત્યાની ઘટના ઘટી છે, અહીં પિતાએ પોતાના દીકરાને નવી બાઇક ના લઇ આપવાની બબાલ જીવ ગુમાવવા સુધી પહોંચી છે

Tapi: તાપી નજીક ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક એક આત્મહત્યાની ઘટના ઘટી છે, અહીં પિતાએ પોતાના દીકરાને નવી બાઇક ના લઇ આપવાની બબાલ જીવ ગુમાવવા સુધી પહોંચી છે, પિતાએ નવી બાઇક ના લઇ આપવાનું કહેતા દીકરાએ પોતાની પત્ની સાથે ટ્રેન નીચે પડતુ મુક્યુ છે, બન્નેના મોત થઇ ચૂક્યા છે. 

માહિતી પ્રમાણે, તાપી નજીક મહારાષ્ટ્રના નવાપુરના તીનટેમ્બા ગામના ત્રણ વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. પિતાએ બાઇક લઈ આપવા ના પાડતા દીકરાએ પોતાની પત્ની સાથે ફૂલફ્લી વિસ્તારની તપ્તી રેલવે લાઈન પર જઈને ટ્રેન નીચે આત્મહત્યા કરી લીધા હતી. આ બનાવની જાણ જ્યારે તેના પિતાને થઇ તો તેઓ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, ત્યાં તેમને પોતાના દીકરા અને પુત્રવધુનો મૃતદેહ જોતા તેમને પણ આત્મહત્યા કરી લીધી હતી.  ઉલ્લેખનીય છે કે, નજીવી બાબતે ઝઘડો થયો અને બાદમાં ઝઘડો એકજ પરિવારના ત્રણ લોકોનું મોતનુ કારણ બન્યો હતો. આમાં સૈયદ ગાવિત, સાવન ગાવીત અને તેમની પત્નીનું મોત થતાં આખુ ગામ હીબકે ચઢ્યું હતુ. 

Tapi Accident: તાપી જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે, તાપી જિલ્લાને અડીને આવેલા સાતપુડા પર્વત વિસ્તારમાં આજે એક બૉલેરો પીકઅપને ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકોના મોત થયા છે.

અકસ્માતની ઘટના એવી છે કે, આજે સવારે તાપી જિલ્લાના પર્વત વિસ્તારમાં આજે એક બૉલરે પિકઅપને મહારાષ્ટ્રના નંદુરબારના ચંદસહેલી ઘાટમાં અકસ્માત નડ્યો છે, અહીં પિકઅપમાં સવાર 6 મુસાફરોમાંથી 3 મુસાફરના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના તલોદા પોલીસે આ અકસ્માત અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tapi: 50 વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીએ ગુજરાતના આ ગામની લીધી મુલાકાત, વીજળીની પણ નથી સુવિધા

તાપી: જિલ્લામાં ગુજરાત મંત્રી મુકેશ પટેલ પ્રભારી બન્યા પછી ગામડાઓની પરિસ્થિતિ વિશે ખ્યાલ મેળવી દરેક ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તાપીમાં કુકરમુંડામાં આવેલા જુનાબેજ ગામની મુલાકાતે  મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા. જુનાબેજ ગામ જે ૧૯૬૮ થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ઠ ગામનાં ૪૮ પરિવારો હયાત વસવાટ કરે છે પણ ત્યાં આજ દીન સુધી વીજળીની વ્યવસ્થા નથી. તાપી જિલ્લાના વિકાસ માટે મંત્રી મુકેશ પટેલ અવિરત કાર્ય કરી રહ્યા છે.આજે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી  મુકેશ પટેલ કુકરમુંડા તાલુકાના જુનાબેજ ગામની મુલાકાતે હતાં. જુનાબેજ ગામ જે ૧૯૬૮ થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે ત્યારે આ ગામમા ૪૮ પરિવારો  અત્યારે વસવાટ કરી રહ્યાં છે. જુનાબેજ ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ છે. ગૂજરાત મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મુકેશ પટેલે ઓચિંતી આ ગામની મુલાકાત લીધી હતી. જેમાં ગામ લોકોને જે પાયાની જરૂરિયાતો છે. શિક્ષણ, આરોગ્યને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી જે તે અઘિકારીઓને દીશા નિર્દેશ કર્યા હતાં. ગામની પાયાની જરૂરિયાતો જલ્દી મળી રહે એ માટે ગામના પરિવારો સાથે પોતે સ્થળ મુલાકાત લઈ ખરેખર સાચી હકીકત જાણી હતી. જેથી ગ્રામજનોને પડતી તકલીફો તાત્કાલિક દુર થાય અને ગામમાં વિકાસ કાર્યોને વેગ મળે એ માટે સંલગ્ન અધિકારીઓને દિશા નિર્દેશ આપી ગામના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું. ગામને દરેક પ્રકારની પ્રાથમિક સુવિધાથી સજ્જ કરાવિશ તેવી વાત મુકેશ પટેલે કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
Embed widget