શોધખોળ કરો

Gujarat: બે દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આજે અને આવતીકાલે તાપમાનનો પારો સ્થિર રહેશે. પરંતુ મંગળવારથી તાપમાનમાં ઘટાડો થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગાંધીનગર: આજે અને આવતીકાલે તાપમાનનો પારો સ્થિર રહેશે. પરંતુ મંગળવારથી તાપમાનમાં ઘટાડો થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. 

હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે બે દિવસ બાદ તાપમાન ઘટી શકે છે.   જો કે, આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો 36 ડિગ્રી પર પહોંચી ગયો.  અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને ભૂજમાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસા અને વડોદરામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  સુરતમાં તો ગરમીથી બચવા માટે લોકોએ સ્નો પાર્કનો સહારો લીધો છે.  શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા સ્નો પાર્કમાં માઈનસ પાંચ ડિગ્રીમાં લોકોએ બરફની મજા માણી હતા.  પાટનગર ગાંધીનગરમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં પહોંચ્યા હતા.  બાળકો સહિત મોટેરાઓએ વોટર પાર્કમાં નાહીને મજા માણી હતી.  

Mehsana: જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણાના આ ગામના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરતા ખળભળાટ

મહેસાણા:  તરેટી ગામના સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યો મળી કુલ છ લોકોને જીલ્લા વિકાસ અધિકારીએ હોદા ઉપરથી કરતા ચકચાર મચી છે. તરેટી ગામની ગોચરની જમીનનો ગેર કાયદેસર ઠરાવ કરી વાણીજ્ય હેતુ માટે આપતા આ મુદ્દે ગામના એક વ્યક્તિએ જીલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જેને પગલે સરપંચ, ઉપ સરપંચ સહીત છ સભ્યોને પોતાના હોદ્દા ઉપરથી દુર કરાયા હતા. હાલમાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. તો બીજી તરફ ઘણા લોકો જિલ્લા વિકાસ અધિકારીની આ કામગીરીની પ્રશંસા પણ કરી રહ્યા છે.

ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો

મહેસાણા જીલ્લાનું તરેટી ગામ જ્યાં ગામના સરપંચ, ઉપ સરપંચ અને અન્ય સભ્ય મળી તારીખ ૧૭/૬/૨૦૨૨ના રોજ મળેલ ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો. જેમાં ગામની ગોચર જમીન સર્વે નંબર ૭૩માં બાબુભાઈ ચોધરીના પાર્ટી પ્લોટ માટે ૧૫ મીટરનો રસ્તો આપવા ઠરાવ કરાયો હતો અને પંચાયતના સરપંચે, ઉપ સરપંચ અને અન્ય ચાર હોદેદાર સાથે મળી રસ્તો પણ આપી દીધી હતો.

ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી

જેને લઇ ગામ પંચાયતના મહિલા સભ્યના પતિ ભરતભાઈ રાણાએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે  પંચાયત અધિનયમ મુજબ ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી. તેમ છતાં સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યોએ ભેગા મળી આ જમીન પાર્ટી પ્લોટના રસ્તા માટે ફાળવતા જીલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, ઉપ સરપંચ અરજણજી ઠાકોર, પંચાયત સભ્ય લાછુંબેન ઠાકોર, જાગૃતિબેન ઠાકોર, નીતાબેન ઠાકોર, કાનજીભાઈ રબારીને પોતાના હોદા ઉપરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.

આ જમીનની કીમત કરોડોની છે

ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭[૧] મુજબ દુર કરતા ગામ પંચાયત વિવાદમાં આવી છે. જોકે તળેટી ગામ મહેસાણની બિલકુલ બાજુનું ગામ છે. તેમજ મહેસાણા ઉંઝા હાઇવે ઉપર તેની ગોચર જમીન આવેલ છે, જે જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જોકે આ જમીનની કીમત કરોડોની છે ત્યારે આ જમીનને લઇ વિવાદ રહ્યા કરે છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget