Accident : USમાં ભયંકર અકસ્માત,પટેલ પરિવારની ત્રણ ગુજરાતી મહિલાના મત્યુ
અમેરિકામાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ ગુજરાતીના મોત,એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કેરોલીના જતા સર્જાયો અકસ્માત
અમેરિકામાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ ગુજરાતીના મોત,એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કેરોલીના જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. મૃતક ત્રણેય મહિલા આણંદના બોરસદ તાલુકાની રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. મૃતકોની ઓળખ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, મનીષાબેન પટેલ તરીકે થઇ છે. ત્રણેય મહિલાઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે, કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી. મૃતક ત્રણેય મહિલાઓ મૂળ આણંદ જિલ્લાની વતની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ત્રણેય મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીના જઈ રહી હતી, ત્યારે વચ્ચે આ અકસ્માત નડ્યો હતો. કાર ઓવરસ્પીડમાં હોવાને કારણે ત્રણેયનો બચાવ થયો ન હતો.