તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર ક્યારે મૂકાશે, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી
ગુજરાતામાં તલાટીની પરીક્ષા પંચાયત પસંદગી બોર્ડ દ્વારા રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
![તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર ક્યારે મૂકાશે, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી The answer key of Talati exam will be posted on the website on 10th may Hasmukh Patel tweet તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર ક્યારે મૂકાશે, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/bd5cf140825d4555410de8a660d751ae168364931495378_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાતામાં તલાટીની પરીક્ષા પંચાયત પસંદગી બોર્ડ દ્વારા રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે બુધવારે વેબસાઇટ પર આન્સર કી મૂકવામાં આવશે. હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે. હસમુખ પટેલે ટ્વિટ કરતા કહ્યું કે, તલાટી પરીક્ષાની આન્સર કી આવતીકાલે મૂકવામાં આવશે.
તલાટી પરીક્ષાની આન્સર કી આવતીકાલે મૂકવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 9, 2023
તલાટી પરીક્ષાની આન્સર કી અપલોડ થયા બાદ નિયમ મુજબ ઉમેદવારોને વાંધા સૂચન રજૂ કરવા માટે સમય આપવામાં આવશે. વાંધા સુચનોના નિરાકરણ બાદ આખરી પરિણામ તૈયાર કરી જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, તલાટીની પરીક્ષા માટે 8 લાખ 64 હજાર થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ આપી હતી. 8 લાખ 64 હજાર થી વધુ ઉમેદવારો પૈકી 5 લાખ 72 હજાર 308 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ રીતે જોઈએ તો 66.3 ટકા ઉમેદવારો એ તલાટીની પરીક્ષા આપી હતી.
પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ
રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે 5.72 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે સરકારી સંસ્થાઓ પોલીસ અધિકારીઓ રેલવે વિભાગ, એસટી વિભાગ સહિત તમામ લોકોનો આભાર માન્યો હતો.
હસમુખ પટેલે કહ્યું હતું કે, પરીક્ષાખંડમા પહોંચતા પહેલા સૌ પ્રથમ વિધાર્થીઓને ચેક કરવામા આવ્યા હતા. કોઈ પણ સ્થળે ગેરરીતી સામે આવી નથી. એસટી બસે પણ બસો મુકી તે સારી વાત છે. સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. પોલીસ વિભાગે પણ ખૂબ જ સરસ કામગીરી કરી છે. ગામડાઓમા લોકો ઉમેદવારોની વ્હારે આવ્યા હતા. પ્રાંતથી લઈ ડીવાયએસપી સુધીના અધિકારી કામગીરીમાં હતા. સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. આ સાથે જ તેમણે તમામ સરકારી અધિકારીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.
હસમુખ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે રાજ્યમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ હતી. જૂન મહિનામાં પરિણામ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે તમામ સરકારી અધિકારીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)