શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, કયા-કયા કર્મચારીઓને મળશે 7માં પગારપંચનો લાભ, જાણો
આ જાહેરાતને લઈને પ્રોફેસરો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નાણામંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરો પર ખુશી જોવા મળી
ગાંધીનગર: વિધાનસભામાં સરકારે ગુજરાતની એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરોને 7માં પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી હતી. ગૃહમાં આ જાહેરાતને લઈને પ્રોફેસરો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નાણામંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરો પર ખુશી જોવા મળી હતી.
એક તરફ રાજ્ય સરકારે કોલેજના પ્રોફેસરોને લઈને જાહેરાત કરી હતી તો બીજી તરફ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને લઈને પણ મહત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની જાહેરાત અંગે શિક્ષણમંત્રીએ માહિતી આપી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં કહ્યું હતું કે, એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરોને 7માં પગાર પંચનો લાભ મળશે.
મહત્વનું છે કે, છેલ્લા ઘણાં સમયથી પ્રોફેસરો વિરોધ કરી રહ્યા હતા. અનેક વખત પ્રોફેસરો સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે. રજૂઆત બાદ પણ ઉકેલ નહોતો આવ્યો. ત્યારે હવે રાજ્ય સરકારે તેમના આ માંગને ધ્યાનનમાં રાખીને જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ નોકરિયાત વર્ગને મોદી સરકારે પણ મોટી ભેટ આપી હતી. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી ભેટ આપી છે. 1 કરોડથી વધુ લોકોને આનો લાભ મળવાની અપેક્ષા છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના ડેરનેસ એલાઉન્સ (ડી.એ)ને વધારવાની મંજૂરી આપી છે.
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તેની સાથે જ હવે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થું વધીને 21 ટકા થઈ ગયું છે. પહેલા કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકા હતું. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને દર મહિનાના પગારમાં 720 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીનો વધારો થવાની અપેક્ષા છે. જોકે સરકારના આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને ફાયદો થવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement