રેમડેસિવિરને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય હવે, હવે આ લોકોને નહીં મળે ઇન્જેક્શન
કોઇપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે નહીં.
રાજ્ય સરકારે રેમડેસિવિરને ઇંજેક્શન (emdesivir Injection)ના પુરવઠાને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. કોઇપણ હોસ્પિટલને દર્દી માટે રેમડેસિવિરના જથ્થાની જરૂર હશે, તો તેઓએ જાતે જ સરકારમાં અરજી કરીને તે મેળવવાના રહેશે. સરકારની મંજૂરી મળી હોય તેટલા જ જથ્થામાં ઇન્જેક્શન તેઓને મળશે. કોઇપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે નહીં.
આ સાથે જે દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન જોઇતું હોય તો તે હોસ્પિટલમાં દાખલ હોય તેવાં દર્દી હોવા જોઇશે. હોમ ક્વોરન્ટાઇન હોય તેવાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન છતાં મળી શકશે નહીં.
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન (Remdesivir Injection) ઘણું કારગર છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી તેની અછત સર્જાઈ છે. રેમડેસિવિરની માંગ વચ્ચે હવે ટોસિલીઝુમેબ ઈન્જેક્શન (Tocilizumab Injection) લેવા માટે દર્દીના સગાઓએ ભટકવું પડી રહ્યું છે. સ્વિત્ઝર્લેન્ડની કંપનીએ ટોસિલીઝુમેબ ઈન્જેકશનનું ઉત્પાદન ઘટાડી દેતાં બહુ ઓછો સ્ટોક આવતાં આ સ્થિતિ સર્જાઈ છે.
કોને આપવું પડે છે આ ઈન્જેક્શન
તબીબોના કહેવા મુજબ જે દર્દીને ઓક્સિજનની જરૂર હોય, ફેફસામાં વધુ સંક્રમણ હોય તેવા દર્દીને ટોસિલીઝુમેબ આપવું પડે છે. તબીબી ભાષામાં આને સાઇટોકોઇન સ્ટ્રોમ કહે છે. છેલ્લા એકાદ મહિનાથી આની પણ અછત જોવા મળી રહી છે. દિવાળી (Diwali) પછી કોરોનાના કેસ વધતાં કંપનીએ ઈન્જેકશનનું ઉત્પાદન ઘટાડી દીધું છે. જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેટલી છે કિંમત
ટોસિલીઝુમેબની એક્સપાયરી ડેટ માત્ર છ મહિના જ હોય છે, જેથી કંપની વધારે માત્રામાં ઉત્પાદન નથી કરી. આ ઈન્જકેશનની કિંમત 45 હજાર રૂપિયા આસપાસ હોય છે. જે દર્દીને આની જરૂર હોય તેને ડોક્ટર લખી તો આપે છે પણ હાલ અછત હોવાના કારણે મળતું નથી. આમ રેમડેસિવિર બાદ આ ઈન્જેક્શનની તકલીફ ઉભી થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓના સગાસબંધીની હાલત વધારે કફોડી થઈ છે.