શોધખોળ કરો
Advertisement
માસ પ્રમોશનને લઈને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જાણો રાજ્ય સરાકરે શું સ્પષ્ટતા કરી
ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી હતી.
અમદાવાદઃ ધોરણ 1થી 8માં માસ પ્રમોશન અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. ધોરણ એકથી આઠમાં માસ પ્રમોશન અંગે હાલ કોઇ વિચારણા નથી. છેલ્લા બે દિવસથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા હતા.
આ અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી હતી. 7 મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહિ તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહિ તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે તેવું વાતો ફરતી થઈ હતી. તો બીજી તરફ, વાલીઓ પણ માસ પ્રમોશનની તરફેણ કરી રહ્યાં છે, જેથી શાળા ફી ભરવામાં રાહત મળી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion