(Source: ECI/ABP News/ABP Majha)
કુવામાંથી એક સાથે બે મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કે આત્મહત્યા?
Banaskantha News : આ મહિલાઓએ કુવામાં કૂદી આત્મહત્યા કરી છે કે કોઈએ કુવામાં ધક્કો મારી તેમની હત્યા કરી છે એ બાબતે પોલીસે તાપસ હાથ ધરી છે.
Banaskantha : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગોલા ગામે કુવામાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ રાજસ્થાનના વતની એવી બે મહિલાઓ મૃતદેહ કુવામાંથી મળતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળટોળાં ઉમટી પડ્યાં હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી આ બંને મહિલાઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે. કુવામાંથી મળેલા બે-બે મહિલાઓના મૃતદેહ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. આ મહિલાઓએ કુવામાં કૂદી આત્મહત્યા કરી છે કે કોઈએ કુવામાં ધક્કો મારી તેમની હત્યા કરી છે એ બાબતે પોલીસે તાપસ હાથ ધરી છે.
કચ્છ માલવણ હાઈવે પર અકસ્માત, 3 લોકોના કમકમાટી ભર્યા મોત
માલવણ કચ્છ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાતે ઇકો કાર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3ને ઇજા પહોંચી હતી. 108ની મદદથી ઇજાગ્રસ્ત 3ને સરકારી હોસ્પિટલમાં ધ્રાંગધ્રા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં માલવણ પોલીસ જગ્યા સ્થળે પોહંચી હતી. અકસ્માત સર્જાતા ટાફિક જામના દ્રશ્યો સર્જાયા. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, અન્ય 3 ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
અમરેલીઃ 11 વર્ષની કૌટુંબીક ભાણેજ પર મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં હાહાકાર મચી ગયો છે. ચક્કરગઢ રોડ ઉપર રહેતા એક શખ્સે 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. મામા ભાણેજના સંબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે. કૌટુંબિક બેન ફરિયાદ દાખલ કરવા જઈ રહી હતી ત્યારે તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે.