Panchmahal: ઘોઘંબા જુના બસ સ્ટેન્ડમાંથી મળી આવી યુવકની લાશ, પોલીસનો કાફલો ઘટના સ્થળે
પંચમહાલ: ઘોઘંબાનાં જુના બસ સ્ટેન્ડમાંથી યુવકની લાશ મળી આવી છે. મૃતક સવા પુરા ગામનો બળવંત ડામોર હોવાનું જાણવા મળ્યું છે. રાજગઢ પોલીસ બનાવ સ્થળે પહોચી યુવકના મોતને લઈ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ: ઘોઘંબાનાં જુના બસ સ્ટેન્ડમાંથી યુવકની લાશ મળી આવી છે. મૃતક સવા પુરા ગામનો બળવંત ડામોર હોવાનું જાણવા મળ્યું છે. રાજગઢ પોલીસ બનાવ સ્થળે પહોચી યુવકના મોતને લઈ તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે યુવકની હત્યા થઈ છે કે તેમણે આત્મહત્યા કરી છે. પોલીસ તપાસ બાદ જ સાચી હકિકત સામે આવશે.
કાલુપુર રેલવે સ્ટેશન પરથી પ્રતિબંધિત વસ્તુઓનુ પાર્સલ મળી આવતા હડકંપ
અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પાર્સલ કોચમાંથી પ્રતિબંધિત વસ્તુઓનુ પાર્સલ મળી આવતા હડકંપ મચી ગયો છે. પાર્સલમાંથી ભારતીય બનાવટની કરન્સી,ગોલ્ડ અને અન્ય વસ્તુઓ મળતા પોલીસ વિભાગ દોડતું થયું છે. આજે અચાનક રાખેલી ડ્રાઇવમાં રેલવેના પોલીસ જવાને બોડી કેમેરાને સાથે દરોડા પાડ્યા હતા.
પશ્ચિમ રેલવેમાં વિવિધ ટ્રેનોમાં ડ્રગ્સ રોકડા રૂપિયા અને ભારતીય બનાવટ વિદેશી દારૂઓ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. મોટેભાગે રેલવેના પાર્સલ કોચમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી થતી હોવાની જાણ ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયનને થતા જ ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ વગેરે રેલવે સ્ટેશન પર બોડી કેમેરા સાથે ટ્રેનોમાં જીઆરપીના જવાન પાર્સલ કોચ પણ ચેકિંગ કરવાના આદેશ બાદ આજે વધુ મોટી સફળતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્સલ કોચમાંથી મળી હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ચિમ રેલવેમાં વિવિધ રાજ્યોમાંથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં પાર્સલોમાં અનઅધીકૃત રીતે ડ્રગ્સ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ભારતીય ચલણ અને સોનાની તસ્કરી થતી હતી. અવારનવાર રેલવે પોલીસ દ્વારા વિવિધ ટ્રેનોમાંથી મોટી સંખ્યામાં પાર્સલ આવતા અનઅધિકૃત પ્રતિબંધિત વસ્તુઓ પકડી પાડી હતી. ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડોક્ટર રાજકુમાર પંડિયાનને ધ્યાન પર આવતા જ તાત્કાલિક અમદાવાદ ડિવિઝન અને બરોડા ડિવિઝનના રેલવેના એસ.પી કડક સૂચના આપીને વિવિધ પાર્સલ કોચ બોડી કેમેરા સાથે જવાનોએ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો.
પ્રતિબંધિત વસ્તુ મળી આવતા રેલવે પોલીસ ચોકી ઉઠી