શોધખોળ કરો
Advertisement
ધારાસભ્ય ગોવિંદ પરમારની ધમકીની અસર, ભાજપના ક્યા નેતાએ પરમારને તાત્કાલિક મળવા ગાંધીનગર બોલાવ્યા ?
ગોવિંદ પરમારે જાહેરાત કરી છે કે,મંગળવારે હું ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપમાં બળવો થયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરતાં ભાજપમાં સોપો પડી ગયો છે.
ધારાસભ્ય ગોવિંદ પરમારની રાજીનામાંની ચીમકીથી ચોંકી ઉઠેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોવિંદભાઇ પરમારને સાંભળવા તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા છે. સીએમ રૂપાણીનું તેડું આવતાં ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમાર સીએમને મળવા ગાંધીનગર પહોંચ્યા છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન પરમાર અમુલમાં ડિરેકટરની ચૂંટણી માં ભાજપ આણંદ જિલ્લા સંગઠને ભજવેલી નકારાત્મક ભૂમિકા અને જિલ્લામાં જ્ઞાતિવાદના રાજકારણ અંગે રજૂઆત કરશે.
ગોવિંદ પરમારે જાહેરાત કરી છે કે,મંગળવારે હું ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. પરમારે ખુલાસો કર્યો કે, મને ભાજપ સાથે વાંધો નથી પણ આણંદના સાંસદ મિતેશ પટેલ સાથે જ વાંધો છે તેથી હું ધારાસભ્ય છોડી રહ્યો છું પણ ભાજપમાં તો રહીશ જ. આ જાહેરાતના પગલે રૂપાણીએ પરમારને બોલાવવા પડ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement