(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: PSI ભરતીનું ફાઈનલ લીસ્ટ જાહેર, 1382 પદ પર થશે ભરતી
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા સરકારે પીએસઆઈની ભરતીને લઈને એક મોટી જાહેરાત કરી છે. PSIની પોસ્ટનું ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા સરકારે પીએસઆઈની ભરતીને લઈને એક મોટી જાહેરાત કરી છે. PSIની પોસ્ટનું ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રમાણપત્ર ચકાસણી નથી થયા તેવા 180 ઉમેદવારોનું પણ લિસ્ટ ડિકલેર. 1200થી વધુ ઉમેદવારોને તારિખ 29મીએ પસંદગી પત્ર અપાશે. નોંધનીય છે કે, 1382 PSIની પોસ્ટનું ફાઈનલ મેરીટ લિસ્ટ પોએસઆઇ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે આઈપીએસ ઓફીસર વિકાસ સહાયએ ટ્વીટ કરી માહિતી આપી છે.
The final merit list of the PSI Examination has been put up on the website.
— Vikas Sahay, IPS (@VikasSahayIPS) October 25, 2022
સુરતની ઝુપડપટ્ટીમાં લાગી આગ
સુરત: શહેરના લંબે હનુમાન રોડ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. શહેરના અર્ચના સર્કલ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના બની છે. આગ લાગવાની સાથે જ બાજુમાં આવેલ ચપ્પલની દુકાનમાં પણ આગ પ્રસરી છે. ખુલ્લામાં તંબુ બનાવીને બુટ ચપ્પલનું વેચાણ ચાલતું હતું જેમાં આગની જ્વાળાઓ પ્રસરી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા છે. વરાછા, કાપોદ્રા સહિત ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગમાં જોકે હજુ કોઈ જાનહાનીના સમાચાર નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
પિતાએ માથામાં લોખંડની ટોમીનો ઘા મારીને કરી નાંખી પુત્રની હત્યા
બનાસકાંઠાના થરાદના રાણેશરી ગામે પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા ઉસકરાયેલા પિતાએ પુત્રને તરિક્ષણ હથિયાર વડે હત્યા કરી નાખી થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે હત્યાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે થરાદના રાણેશરી ગામે વ્યસન માટે પૈસા આપવાની ના પાડતા પિતા હત્યારો બની 11 વર્ષના પુત્રને લોખંડની ટોમી માથામાં મારતા મોત નીપજ્યું. થરાદના રતનપુરાની સીમ વિસ્તારમાં રહેતા ડામરાભાઈ રાસિંગભાઈ પટેલ વ્યસન કરવા માટે તેમની પત્નીબેન પાસે નાણા માં ગયા હતા. જોકે આજે તહેવાર હોવાથી આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા ડામરાભાઈએ ઘરમાં પડેલી ટોમીથી પત્ની ઉપર હુમલો કર્યો. જો કે પત્ની ઇજાગ્રસ્ત થતા પુત્ર વચ્ચે આવતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રની જ હત્યા કરી નાખી. જોકે સમગ્ર મામલે થરાદ પોલીસને જાણ કરવાથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આરોપી પિતાને ઝડપી જેલના હવાલે કર્યો થરાદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.