(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat High Court: વિધાનસભા ચૂંટણી પહેલા ખંભાળિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને જાણો કોર્ટે શું આપ્યો ઝટકો
ખંભાળિયા: વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત મળી નથી. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
ખંભાળિયા: વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત મળી નથી. વર્ષ 2007માં દેવભૂમિ દ્વારકામાં મારામારી તોડફોડ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના કેસમાં દાખલ થયેલ એફઆઇઆર બાદ શરૂ થયેલી ક્રિમિનલ કાર્યવાહી પડતી મુકવાની છૂટ માંગતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. સરકાર વતી પ્રોસિક્યુશન પડતું મૂકવાની માંગણીને હાઇકોર્ટે ફગાવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી ગમે ત્યારે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી શકે છે, એવામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
સૌરાષ્ટ્રના કયા દિગ્ગજ આહિર નેતાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ચૂંટણી પ્રચારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામે દિગ્ગજ નેતાઓની દેખીતી ગેરહાજરી વચ્ચે નબળી પડી રહેલી કોંગ્રેસ હવે પોતાના નેતાઓ પણ ગુમાવી રહી છે. આજે વધુ એક કોંગ્રેસી નેતાએ રાજીનું આપ્યું છે.
તાલાલાના ધારાસભ્ય ભગા બારડે આજે રાજીનામું આપ્યું
તાલાલાના ધારાસભ્ય ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપના મેન્ડેટથી તલાલાથી ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી છે.
ભગાભાઈને કેમ ભાજપમાં લાવવામાં આવ્યા ?
આદિવાસી બાદ મતો બાદ ભાજપની નજર આહિર મતો પર છે. ભાજપને આહિર સમાજના મોટા નેતાની જરૂર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વાસણભાઈ આહિરને રિપિટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે.
ભગા બારડ અંગે ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા
ભગા બારડ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા આપતા કહ્યું, પક્ષ છોડી રહેલા ધારાસભ્યએ જ જાહેર કરવું જોઈએ કે શા માટે પક્ષ છોડી રહ્યા છે. ભાજપ તોડફોડની રાજનીતિ કરે છે, કોંગ્રેસના કાર્યકર્તાઓના કારણે ધારાસભ્ય પદ ટકી રહેલું હતું ત્યારે હવે એ જ જાહેર કરે કે શા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે.