શોધખોળ કરો

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ રાજ્યભરમાં શ્રીકાર વરસાદ વરસ્યો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ એક ઈંચથી પણ ઓછો એટલે કે માત્ર પાંચ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ ૧૨૦ મિ.મી. એટલે કે આશરે ૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય ૩ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ અને ૧૩ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના કુલ ૮૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩ જુલાઇ, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ગત ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ૮૭ મિ.મી., ભરૂચના વાલિયા તાલુકામાં ૬૫ મિ.મી., જૂનાગઢના માંગરોળ તાલુકામાં ૫૯ મિ.મી. કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના કેશોદ, વંથલી અને વલસાડના કપરાડામાં ૪૧ મિ.મી., દાહોદ તાલુકામાં ૩૬ મિ.મી., માળિયા હાટીના તાલુકામાં ૩૫ મિ.મી., સુત્રાપાડા અને ડોલવણ તાલુકામાં ૩૪ મિ.મી., ધરમપુર તાલુકામાં ૩૩ મિ.મી., ગઢડા અને ડાંગ-આહવા તાલુકામાં ૩૦ મિ.મી., ગારીયાધાર અને ખાંભા તાલુકામાં ૨૮ મિ.મી., અને રાજુલા તાલુકામાં ૨૫ મિ.મી. એમ કુલ ૧૩ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં કુલ મળી ૮૩ જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૬.૭૧ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૯.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૬.૦૯ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget