શોધખોળ કરો

ગુજરાતમાં આ તારીખથી વરસશે ધોધમાર વરસાદ, આ જિલ્લામાં રહેશે મેઘમહેર

હવામાન વિભાગના મતે આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ વરસે છે.  જુલાઈ અને ઓગસ્ટમાં જ સારો વરસાદ વરસે છે.

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસું સત્તાવાર બેસી ગયું છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. જૂન મહિનામાં સામાન્ય રીતે જરૂરિયાત વરસાદથી 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે પરંતુ 25 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે 25 અને 26 જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 25 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘમહેર થશે. હવામાન વિભાગનું કહેવું છે કે, જૂન મહિનામાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ વરસ્યો છે. જો કે, જૂન મહિનો પૂર્ણ થવાને હજુ 8 દિવસ બાકી છે. હવામાન વિભાગના મતે આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ વરસે છે.  જુલાઈ અને ઓગસ્ટમાં જ સારો વરસાદ વરસે છે.

Gujarat Rain :  દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ગયું છે, ત્યારે આજે બપોર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે.  નવસારી જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જીલ્લાનાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. નવસારી,ગણદેવી, ચીખલી માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાતાવરણ મા અચાનક આવ્યો પલટો. ધરમપુર શહેર, આસુરા, બીલપુડી, બરુમાળ, બામટી બારોલિયાના ગામડામાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ઉકળાટ બાદ પડ્યો ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો છે. વાતાવરણમાં ઠંકક પ્રસરી છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ડાંગમાં  પણ હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વઘઈ , આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વરસાદ આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ છે.

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વ્યારાના પાનવાડી, કપુરા ,પનીયારી સહિતના ગામો તેમજ વ્યારા શહેરમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક સાથે ખેડૂતોમાં આનંદ  છે. સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. તાલુકામાં મથકે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. સુરત ગ્રામ્યનો હજુ સુધી માત્ર એકજ તાલુકો બાકી હતો. વરસાદ થતાં ખેડૂતો આવ્યા મોજમાં. સુરત ગ્રામ્યના તાલુકામાં સૌથી વધુ વરસાદ થાય છે ઉમરપાડા તાલુકામાં.

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે, 25 થી 26 વરસાદનું જોરનું વધશે. આજ અને 25-26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસોમાં ડાંગ, વલસાડ, તાપી, સુરત, નવસારી, દાદાર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન મહિનામાં અત્યાર સુધી વરસાદ થવો જોઈએ તેના કરતાં 50 ટકા વરસાદ નોંધાયો. ગુજરાતમાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget