શોધખોળ કરો

રાજ્યમાં કેટલા દિવસ ગરમીમાં રાહત મળવાની હવામાન વિભાગે કરી છે આગાહી?

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,  આગામી ત્રણ દિવસ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડવાની શકે છે.  આગામી ત્રણ દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત મળી રહેશે. જો કે ત્રણ દિવસ બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યના છ શહેરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજથી ત્રણ દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

પ્રચંડ ગરમીમાં શરીરમાં દેખાતા આ લક્ષણોને ન કરશો નજર અંદાજ

ઉનાળા દરમિયાન આપણા દેશના ઘણા શહેરોમાં તાપમાન એટલું વધી જાય છે કે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ દિવસોમાં બપોરના સમયે બહાર ખૂબ જ જોરદાર ગરમ પવન ફૂંકાય છે, આ ગરમ પવનોને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો લૂનો માર સહન કરી જાય છે  પરંતુ મોટાભાગના લોકો આ પવનોને સહન કરવામાં અસમર્થ હોય છે અને તેમના સંપર્કમાં આવતાની સાથે જ બીમાર પડી જાય છે.

જ્યારે આ ગરમ હવા તમારા શરીરના સંપર્કમાં આવે છે, ત્યારે તે શરીરનું તાપમાન વધારી દે છે અને તેના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. લાંબા સમય સુધી તડકામાં કામ કરવું અને શરીરમાં પાણીની ઉણપ હીટસ્ટ્રોકના મુખ્ય કારણો છે. બાળકો અને વૃદ્ધોને સનસ્ટ્રોક થવાની સંભાવના વધુ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકોને વહેલા ખ્યાલ પણ નથી આવતો કે તેમને હીટ સ્ટ્રોક થયો છે. જોકે, હીટસ્ટ્રોકના લક્ષણો જોઈને તેનો ચોક્કસ અંદાજ લગાવી શકાય છે. તેથી જ દરેક વ્યક્તિએ હીટસ્ટ્રોકના લક્ષણો વિશે સંપૂર્ણ રીતે જાગૃત રહેવું જોઈએ.

લૂ લાગવાના લક્ષણો

તીવ્ર માથાનો દુખાવો, ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ હીટસ્ટ્રોકને કારણે થવા લાગે છે. શરૂઆતમાં આ લક્ષણોની તીવ્રતા ઘણી ઓછી હોય છે પરંતુ સમય જતાં તે વધે છે. હીટ સ્ટ્રોકના કારણે અચાનક ખૂબ તાવ આવે છે અને શરીરમાં ગરમી વધી જાય છે. શરીરમાં ગરમીનું પ્રમાણ વધવા છતાં હીટ સ્ટ્રોક વખતે શરીરમાંથી પરસેવો નથી નીકળતો.

હીટ સ્ટ્રોક દરમિયાન ઉલ્ટી અને શરીરમાં તીવ્ર દુખાવો સામાન્ય છે. ઉલ્ટીને કારણે શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન ખોરવાઈ જાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અથવા શારીરિક રીતે નબળા લોકો પણ હીટ સ્ટ્રોકને કારણે બેભાન થઈ જાય છે.જો ગરમીમાં લૂ લાગ્યા બાદ શરીરનું ટેમ્પરેચર ઓછુ કરવાના પ્રયાસ ન કરાઇ તો હિટ સ્ટ્રોક મોતનું કારણ પણ બની શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget