શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યમાં વરસાદની શક્યતા છે. આજે ગુજરાતમાં છ જિલ્લા અને બે સંઘપ્રદેશમાં ગાજવીજ સાથે છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં  વરસાદની શક્યતા છે. જ્યારે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે છૂટ્ટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, ખંભાતમાં સામાન્ય કરતાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે. કચ્છમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આવનારા બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. 

આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે.  હવામાન વિભાગે શનિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો રવિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી વલસાડ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી વધુ સારૂ રહેવાનો અંદાજ વ્યકત કરાયો છે.

22 જૂન બાદ ફરીથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 13.98 ટકા વરસાદ  વરસ્યો હતો. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો 20.17 ટકા, કચ્છ ઝોનમાં 17.57 ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં 13.31 ટકા, દક્ષિણ ઝોનમાં 11.99 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 8.16 ટકા વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 30 તાલુકામાં 24 કલાકમાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડના પારડીમાં સવા પાંચ, તો કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ સિવાય ધરમપુરમાં સવા ચાર, ઉમરગામમાં ચાર, ખેરગામમાં ચાર ઈંચ, હાંસોટ અને ઓલપાડમાં પોણા ચાર ઈંચ, વઘઈ, વાલિયામાં સાડા ત્રણ- ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ, માંગરોળમાં અઢી, વલસાડ શહેરમાં અઢી ઈંચ, આહવા, સુબીર, કામરેજમાં બેથી અઢી ઈંચ, બારડોલી, અંકલેશ્વર, ચીખલીમાં વાંસદામાં દોઢથી બે ઈંચ, વ્યારા, સુરત શહેર, નેત્રંગમાં સવાથી દોઢ ઈંચ, ડેડિયાપાડા, પલસાણા, ગરબાડા, વાલોદ, સાગબારામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.      

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget