શોધખોળ કરો

Rain forecast: રાજ્યમાં આગામી કેટલા દિવસ ભારે વરસાદની કરાઇ આગાહી, આ પાંચ જિલ્લામાં બારેય મેઘ ખાંગા થશે

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 69.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે

ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. અમદાવાદમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના પાંચ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ, તો સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગના મતે કચ્છ-સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 69.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 129.98 ટકા વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સીઝનનો 102.96 ટકા વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, બોટાદ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરાઇ છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 69 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ઝોનમાં સૌથી ઓછો 53 ટકા વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાને પાણી પૂરૂ પાડતો ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો.  ડેમમાંથી પાણી છોડવામાં આવતા 22 ગામોને એલર્ટ કરાયા હતા.

 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 194 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભાવનગર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના કોટડાસાંગાણીમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમરેલીના બાબરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકામાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના ગાંધીધામમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના સિહોરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Embed widget