મામી સાથે ભાણેજના બંધાયા શારીરિક સંબંધો, મામીની દીકરી પર પણ બગાડતો નજર, અને પછી...’
મામી અને ભાણેજ વચ્ચે અનૈતિક સંબંધોના કારણે મહિલાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો.

દાહોદમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે દાહોદમાં મહિલાની હત્યા કોઇ અન્યએ નહી પરંતુ મહિલાના ભાણેજે જ કરી હતી. પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપી પ્રવીણસિંહને તેની મામી સાથે અનૈતિક સંબંધ હતા. એટલું જ નહી આરોપી પ્રવીણ પામોંણી મામીની દીકરી પર પણ નજર બગાડતો હતો. જેનો તેની મામીએ વિરોધ કર્યો હતો જેને કારણે આરોપી પ્રવીણસિંહે તેની મામીની હત્ય કરી હતી. પોલીસે દાહોદથી ઝાબુઆ વચ્ચેના 100થી વધુ CCTV ફૂટેજ ચકાસી હત્યા કેસનો ભેદ ઉકેલી લીધો હતો. મામીનો મૃતદેહ બંધ સેલ્સ ટેક્સ કચેરીમાં આવેલી અવાવરું કેબિનમાં મળી આવ્યો હતો. પોલીસે 36 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. પોલીસી આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે દાહોદ નજીક પુંસરી ગામે આવેલી લાંબા સમયથી બંધ પડેલી RTO ચેકપોસ્ટના એક કેબિનમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મહિલાના લગ્ન ઝાલોદ તાલુકાના એક ગામમાં થયા હતા. મામી અને ભાણેજ વચ્ચે અનૈતિક સંબંધોના કારણે મહિલાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. ભાણેજ પ્રવીણ પામોંણીએ મામીની હત્યા કરી હતી. મામી સાથે આડા સબંધ છતાં પ્રવીણ તેની દિકરી ઉપર પણ નજર બગાડી હતી. જેના કારણે મામી તેને ધમકી આપી હતી. જેથી ભાણેજે મામીની હત્યા કરી હતી. દાહોદથી ઝાબુઆ વચ્ચે 100 સીસીટીવી ચકાસતા મહિલાના ભાણિયાએ હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસ કૉન્સ્ટેબલે ગળાફાંસો ખાઇને કરી આત્મહત્યા
પાલનપુરમાં એક પોલીસ કૉન્સ્ટેબલે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળાફાંસો ખાઇ લીધો છે. આ ઘટનાને સમગ્ર પોલીસ જગત માટે કલંકરૂપ ગણવામા આવી રહી છે. પોતાની સુસાઇટ નૉટમાં પોલીસ કૉન્સ્ટેબલે પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક પોલીસ કૉન્સ્ટેબલ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. પાલનપુરમાં વિઠ્ઠલ ચૌહાણ નામના પોલીસ કૉન્સ્ટેબલે પોતાના ઘરે જ રાત્રિના સમયે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ છે. પરિવારનો આરોપ છે કે, પોલીસ કૉન્સ્ટેબલ વિઠ્ઠલ આપઘાત કરતાં પહેલા એક સુસાઇટ નૉટ લખી હતી, જેમાં તેને પોતાના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ અપાયાની વાત કરી છે. પોલીસ કૉન્સ્ટેબલે સુસાઇટ નૉટમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર આ પ્રકારના કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતક પોલીસ કૉન્સ્ટેબલ વિરૂદ્ધ કચ્છમાં પ્રૉહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે. હાલમાં પોલીસ કૉન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણના મૃતદેહને પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.





















