શોધખોળ કરો

ગુજરાતમાં લાદવામાં આવેલ નિયંત્રણો આગળ લંબાવાની શક્યતા, જાણો વધુ કેટલા દિવસ બધુ બંધ રહેશે....

ગઈકાલે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.

જો રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો પોઝિટીવીટી રેટ ના ઘટ્યો તો રાજ્યમાં સરકારે લાદેલા નિયંત્રણો વધુ એક અઠવાડિયુ લંબાવાઈ તેવી શક્યતા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનવાળા બેડનો રેશિયો ના ઘટ્યો તો રાજ્યમાં લાદવામાં આવેલ નિયંત્રણો વધુ એક અઠવાડિયુ લંબાવાઈ તેવી શક્યતા છે. કેંદ્ર સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ 14 દિવસ સુધી નિયંત્રણો લાગુ કરવા જરૂરી છે. ત્યારે હાલ રાજ્ય સરકારે જાહેર કરેલા નિર્ણયો અને નિયંત્રણો એક અઠવાડિયુ લંબાઈ શકે છે. સાથે જ રાત્રી કર્ફ્યુવાળા 29 શહેરોમાં પણ નિયંત્રણો વધુ એક અઠવાડિયુ લંબાઈ શકે છે. રાજ્ય સરકારે હાલ પાંચ મે સુધી આવશ્યક જરૂરીયાતની ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. ત્યારે કેંદ્રની ગાઈડલાઈન મુજબ આ નિર્ણય એક અઠવાડિયુ લંબાવાઈ તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 180 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 9544 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,08,368 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ37 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,37,794  પર પહોંચ્યો છે. જેમાંથી 572 લોકો વેન્ટિલેટર પર અને 1,37,222 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.82  ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-18, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 13, મહેસાણા-5, જામનગર કોર્પોરેશન- 10,  સુરત-4, જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 1, બનાસકાંઠા 4, દાહોદ 2, સુરેન્દ્રનગર-8, વડોદરા-7, ભાવનગર 3, કચ્છ 8, ભરુચ 2,  ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા 0, જૂનાગઢ કોર્પોરેશ 2, અમરેલી 0, જૂનાગઢ 5, વલસાડ 1, નવસારી 0, આણંદ 1, ગીર સોમનાથ 2, પંચમહાલ 1, તાપી 0, મહીસાગર 4,  અરવલ્લી 0, છોટા ઉદેપુર 0, મોરબી 4, સાબરકાંઠા 9, નર્મદા 0, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 4, પોરબંદર 0, બોટાદ 1, રાજકોટ 8 અને ડાંગમાં 3 મોત સાથે કુલ 180 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5258,  સુરત કોર્પોરેશન-1836, વડોદરા કોર્પોરેશન-639, રાજકોટ કોર્પોરેશ 607, મહેસાણા-511, જામનગર કોર્પોરેશન- 386,  સુરત-356, જામનગર-315, ભાવનગર કોર્પોરેશન 242, પાટણ 241, બનાસકાંઠા 231, દાહોદ 227, સુરેન્દ્રનગર-227, વડોદરા-221, ભાવનગર 202, કચ્છ 186, ભરુચ 185,  ગાંધીનગર-178, ગાંધીનગર કોર્પોરેશન-171, ખેડા 169, જૂનાગઢ કોર્પોરેશ 163, અમરેલી 146, જૂનાગઢ 130, વલસાડ 130, નવસારી 128, આણંદ 125, ગીર સોમનાથ 119, પંચમહાલ 116, તાપી 115, મહીસાગર 105,  અરવલ્લી 93, છોટા ઉદેપુર 92, મોરબી 87, સાબરકાંઠા 82, નર્મદા 73, અમદાવાદ 61, દેવભૂમિ દ્વારકા 47, પોરબંદર 42, બોટાદ 35, રાજકોટ 29 અને ડાંગમાં 21  કેસ સાથે કુલ 14327 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,33,415 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 22,89,426 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,19,22,841 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહીAhmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાંGujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Embed widget