શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષાનું પરિણામ શરમજનક, 7 લાખમાંથી કેટલાને મળ્યો એ ગ્રેડ, જાણો વિગતે
ઈ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં ઈ1 ગ્રેડ મેળવનારમાં 50846 અને ઈ2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 49281 હતી.
ગાંધીનગરઃ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં ધોરણ 10નું પાંચ વર્ષનું સૌથી ઓછું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગયા વર્ષે 66.67 % પરિણામ આવ્યું હતું. બનાસકાંઠાના સપરેડા કેંદ્રનું સૌથી વધુ 94.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી કેંદ્રનું સૌથી ઓછું 14.9 ટકા પરિણામ આવ્યું છે. જોકે ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાનું શરમજનક પરિણામ આવ્યું છે.
વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો સુરતનું 74.66 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ જિલ્લાની 47.47 ટકા છે. જ્યારે 291 શાળાએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. 174 શાળામાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી.
ગુજરાત બોર્ડના આ વખતના પરિણામમાં ગુજરાતી ભાષાને લઈને શરમજનક પરિણામ આવ્યા છે. આ વખતે કુલ 691693 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પાસ થયા છે. જેમાં એ ગ્રેડમાં જોઈએ તો એ1 ગ્રેડમાં 1239 અને એ2 ગ્રેડમાં 43117 વિદ્યાર્થીઓ પાસ થયા છે. બી ગ્રેડમાં જોઈએ તો ગુજરાતી ભાષીમાં બી1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 125143 અને બી2 ગ્રેડ મેળવનાર 152926 વિદ્યાર્થીઓ હતી. જ્યારે સી ગ્રેડમાં સી1 મેળવનાર 133932 અને સી2 ગ્રેડ મેળવનાર 100634 વિદ્યાર્થીઓ હતા. જ્યારે ડી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 34035 હતી અને સૌથી છેલ્લે ઈ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં ઈ1 ગ્રેડ મેળવનારમાં 50846 અને ઈ2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 49281 હતી. આમ કુલ 691693 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પાસ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement