શોધખોળ કરો

Amreli: સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં 20 મિનિટમાં બે ભૂકંપના આંચકા આવતા ફફડાટ

અમરેલી: સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ફરી ધરતીકંપનો આંચકો આવ્યો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં  ધરતીકંપના આંચકાથી ફફડાટ ફેલાયો છે. 20 મિનિટમાં બે વખત ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.

અમરેલી: સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ફરી ધરતીકંપનો આંચકો આવ્યો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં  ધરતીકંપના આંચકાથી ફફડાટ ફેલાયો છે. 20 મિનિટમાં બે વખત ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. મીતીયાળામાં 1: 28 મિનિટે અને 1: 40 મિનિટે એમ બે વખત આંચકા અનુભવાયા હતા. છેલ્લા એક માસમાં અનેક વખત આંચકા અનુભવતા મીતીયાળા પંથકમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. તો બીજી તરફ સરપંચ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. કલેકટર ગૌરાંગ મકવાણાએ મીડિયાને ધરતીકંપના આંચકાની પુષ્ટિ આપી છે.

800 કરોડથી વધુના કૌભાંડમાં વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે રાહત આપી

800 કરોડથી વધુના કૌભાંડમાં વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે કોઇ પણ શરત વિના જામીન અરજી મંજૂર કરી હતી. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ હતા. રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ  ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

વિપુલ ચૌધરી પર  દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો હતા. તેમની પર કુલ મળીને 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો હતો. વિપુલ ચૌધરી એ મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાના પિતાનું અવસાન, સમગ્ર પંથકમાં શોકનો માહોલ

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પિતાનું નિધન થયું છે. અર્જુન મોઢવાડિયાના પિતા દેવાભાઈ નું 96 વર્ષની વયે નિધન થયું છે. જેના કારણે પોરબંદર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. આજે બપોરે 3 કલાકે મોઢવાડા ખાતેના નિવસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર બેઠકથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા વિજેતા બન્યા હતા. તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હાર આપી હતી

અમરેલીના આ યુવા નેતાને બનાવશે ઉપદંડક ?  

ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિક્રમી જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સોમવારે (12 ડિસેમ્બર) બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રીની ખુરશી સંભાળવા જઈ રહેલા ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક મ્યુનિસિપલ બોડી કક્ષાએથી રાજ્યના રાજકારણમાં સ્થાન હાંસલ કર્યું હતું. આ પહેલા પટેલ 2010 થી 2015 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Embed widget