શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 40 ટકા વરસાદ વરસ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. આગામી 5 દિવસ ઓછો વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનવાની શકયતા છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે.
છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 40 ટકા વરસાદ વરસ્યો છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ માં વરસાદની ઘટ નથી, ગુજરાત રિજયનમાં સામાન્ય ઘટ છે જે ઓગસ્ટમાં પુરી થઈ શકે છે.
ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં સારો વરસાદ મળ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion