(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં લોકોને ગરમીથી નહી મળે રાહત, હવામાન વિભાગે પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહીને લીધે પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહીને લીધે પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એટલુ જ નહીં, હવામાન વિભાગે અમદાવાદમાં 26થી 28 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ એપ્રિલના છેલ્લા દસ વર્ષમાં બન્યુ નથી. આગામી બે દિવસમાં અમદાવાદમાં ઉનાળો રોદ્ર સ્વરૂપ દેખાડી શકે છે. શનિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો સુરેંદ્રનગરમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો રાજકોટ, કેશોદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા નાગરિકો આકરા તાપમાં શેકાયા હતા. ભૂજમાં ગરમીનો પારો 41.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદ અને વડોદરામાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. મહુવામાં ગરમીનો પારો 41.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. કંડલા એયરપોર્ટ પર ગરમીનું તાપમાન 41.2 ડિગ્રી નોંધાયુ હતુ. વલ્લભવિદ્યાનગર અને સુરતમાં ગરમીનો પારો 40.9 ડિગ્રી પર પહોંચ્યુ હતુ. વેરાવળમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. ડીસામાં ગરમીનો પારો 40.7 ડિગ્રી, ભાવનગરમાં ગરમીનો પારો 40.3 ડિગ્રી અને પોરબંદરમાં ગરમીનો પારો 40.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1094 નવા કેસ નોંધાયા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 1,094 કેસો સામે આવ્યા છે, અને મહામારીથી બે દર્દીઓના મોત પણ થયાના સમાચાર છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામા આવેલા આંકડા અનુસાર સંક્રમણનો દર વધીને 4.82 ટકા થઇ ગયો છે, શહેરમાં એક દિવસ પહેલા 22,614 નમૂનાની કૉવિડ તપાસ કરવામાં આવી. દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમણના કુલ 18,73,793 કેસો સામે આવી ચૂક્યા છે, અને કૉવિડથી 26,166 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
આંકડા અનુસાર, હાલમાં હૉસ્પીટલ પહોંચનારા કૉવિડના દર્દીઓની સંખ્યા ઓછી છે, જોકે સારવાર હેઠળ કુલ દર્દીઓના ત્રણ ટકામાં પણ કમી છે. હાલમાં દિલ્હીની હૉસ્પીટલોમાં કૉવિડના 79 દર્દીઓ ભરતી છે, જ્યારે 2,532 લોકો ઘરે આઇસૉલેશનમાં છે.
વળી, બીજીબાજુ મહારાષ્ટ્રમાં 25 માર્ચ બાદ શનિવારે એક દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ નવા 194 કેસો સામે આવ્યા છે. જેની સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 78,76,697 થઇ ગઇ છે. વળી, સંક્રમણથી એક દર્દીનુ મોત પણ થઇ ચૂક્યુ છે. મોતનો આંકડો 1,47,832 સુધી પહોંચી ગયો છે.