શોધખોળ કરો

Weather : રાજ્યમાં હજુ પણ પડશે હાડ થિજાવતી ઠંડી, આગામી ત્રણ દિવસ ઠંડા પવન સાથે આ શહેરો રહેશે ઠંડાગાર

Weather : રાજયમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ઠંડીમાં હજુ પણ વધારો થશે.

Weather :રાજયમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ઠંડીમાં હજુ પણ વધારો થશે.

ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે રાજયમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં વહેતી શીત લહેરના કારણે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં અમદાવાદ શહેર  ઠુઠવાયું છે.  અહીં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે  વિઝિબિટીલી પણ ધુમ્મસના કારણે ઓછી થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી.  આગામી 3 દિવસ હજુ પણ ઠંડી પડવાની  હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જો કે ગુજરાતમાં ડ્રાય વેધર રહેશે, વરસાદની કોઈ સંભાવના નથી.. તાપમાનનો પારો દિવસ દરમિયાન એકાદ ડીગ્રી સુધી ગગડી શકે છે.. રાત્રી દરમિયાન પણ આવનારા ૨ થી ૩ દિવસમાં કોઈ ફેરફાર નથી..૨ થી ૩ દિવસ બાદ રાત્રીના તાપમાનમાં વધ-ઘટ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલ થી હજુ પણ વધુ પવનો ફૂંકાવાની શક્યતા છે.

 ગુજરાતમાં હજુ પડશે હાડ થીજવતી ઠંડી પડશે.  હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.  હવામાન વિભાગના અનુસાર તાપમાનનો પારો દિવસ દરમિયાન એક-બે ડિગ્રી ઘટી શકે છે.  બે-ત્રણ દિવસ બાદ રાત્રિના તાપમાનમાં પણ વધ-ઘટ જોવા મળી શકે છે.  હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે.   હવાની ગતિના કારણે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થશે.  આજે રાજ્યમાં 11 શહેરોમાં તાપમાનનો પારો રહ્યો 12 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. રાજ્યમાં કચ્છનું નલિયા  સૌથી ઠંડુંગાર રહ્યું હતું.  નલિયામાં  9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે જ બનાસકાંઠાના ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

સિનેમા હોલમાં મોંઘા પોપકોર્ન-સમોસાનું વેચાણ ચાલુ રહેશે: SCએ કહ્યું- થિયેટરને નિયમો અને શરતો નક્કી કરવાનો અધિકાર છે

Supreme Court: સિનેમા હોલના માલિકોને હોલની અંદર ખાણી-પીણીના વેચાણ માટેના નિયમો નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે એક અરજી પર સુનાવણી કરતા આ વાત કહી. CJIએ કહ્યું, 'સિનેમા જોનારાઓ પાસે આ વસ્તુઓ ન ખરીદવાનો વિકલ્પ છે.' કોર્ટે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે સિનેમા હોલમાં પીવાનું પાણી મફતમાં આપવાનું ચાલુ રાખવું જોઈએ.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે આ અરજી પર સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે સિનેમા હોલ ખાનગી મિલકત છે અને તે આવા નિયમો અને શરતો લાદી શકે છે. કોર્ટે કહ્યું કે જો કોઈ દર્શક સિનેમા હોલમાં પ્રવેશ કરે છે તો તેણે સિનેમા હોલના માલિકના નિયમોનું પાલન કરવું પડશે. મલ્ટિપ્લેક્સમાં ખાદ્યપદાર્થોનું વેચાણ એ વ્યવસાયિક બાબત છે.

BookMyShow એપ અનુસાર, ગુરુગ્રામના એમ્બિયન્સ મોલ અને સિટી સેન્ટર મોલમાં, PVR પર પોપકોર્નની કિંમત સ્વાદ અને સ્વાદના આધારે લગભગ 340-490 રૂપિયા છે, જ્યારે પેપ્સીની કિંમત લગભગ 330-390 રૂપિયા છે. અને ફોનિક્સ માર્કેટસિટી મોલ, બેંગલુરુમાં PVR પર પોપકોર્નની કિંમત 180-330 રૂપિયાની આસપાસ છે.

ઓપરેશનલ ખર્ચને આવરી લેવા માટે મોંઘા ખોરાક

પીવીઆરના ચેરમેન અને એમડી અજય બિજલીના જણાવ્યા અનુસાર, હોલમાં ખાદ્ય અને પીણાનો બિઝનેસ હવે રૂ. 1,500 કરોડનો છે. ભારત હવે સિંગલ સ્ક્રીનથી મલ્ટિપ્લેક્સ તરફ આગળ વધી રહ્યું છે. આ પરિવર્તનનો સમય છે. આ મલ્ટિપ્લેક્સ ચલાવવામાં ઘણો ખર્ચ થાય છે. ઓપરેશનલ કોસ્ટને આવરી લેવા માટે, નાસ્તા મલ્ટિપ્લેક્સમાં ઊંચા ભાવે વેચવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનો નિર્ણય રદ

સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો જેમાં લોકોને મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોની અંદર પોતાનું ખાવાનું લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઈકોર્ટના 2018ના ચુકાદાને પડકારતી થિયેટર માલિકો અને મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી અરજીઓની બેચની સુનાવણી કોર્ટ કરી રહી હતી.

'વેપારનો મૂળભૂત અધિકાર નકારી શકાય નહીં'

હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો લોકોને સિનેમા હોલમાં બહારથી ખાદ્યપદાર્થો લાવવાથી રોકતા નથી. સર્વોચ્ચ અદાલતે સંમત થયા કે આ સાચું છે, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા નિયમો ન બનાવવાને કારણે સિનેમા હોલના માલિકોને વ્યવસાયના મૂળભૂત અધિકારથી વંચિત કરી શકાય નહીં.

 

ટોપ સ્ટોરી

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Winter: ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી, આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડશે
Winter: ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી, આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડશે
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Vastu Tips: બીજાની આ ત્રણ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન!
Vastu Tips: બીજાની આ ત્રણ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન!
Embed widget