(Source: ECI/ABP News/ABP Majha)
કાળઝાળ ગરમીથી ત્રણ દિવસ સુધી મળશે રાહત, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?
કાળઝાળ ગરમી છે જેને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હાલ અરબી સમુદ્ર તરફથી પવન આવતા હોવાના કારણે ભેજવાળું વાતાવરણ છે.
અમદાવાદ: કાળઝાળ ગરમી છે જેને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હાલ અરબી સમુદ્ર તરફથી પવન આવતા હોવાના કારણે ભેજવાળું વાતાવરણ છે જેને લઇને તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પવનની દિશા પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફની હોવાથી આગામી ત્રણ દિવસ સુધી ભેજ વાળુ વાતાવરણ રહેશે. જેથી કરીને ગરમીના તાપમાનમાં ઘટાડો થશે પરંતુ 15 એપ્રિલ ફરી એક વખત ગરમીનો પ્રકોપ વધશે. અમદાવાદનું તાપમાન અત્યારે 41 ડિગ્રી રહેશે. હાલ રાજ્યમાં હીટવેવની આગાહી નથી.
મનીષ સિસોદિયાએ ભાવનગરમાં સરકારી શાળાની મુલાકાત લીધી
ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદનને લઈને ગુજરાત નહિ પણ દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે જેને લઇને દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા આજે 11 એપ્રિલે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ખાસ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓના શિક્ષણ અને બાંધકામ અંગેની સમીક્ષા કરી હતી જે દરમિયાન તેમણે 27 વર્ષથી શાસન કરતાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં શિક્ષણ અંગે ચર્ચાઓ થવી જોઈએ
એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી : સીસોદીયા
આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓએ માહિતી મેળવી હતી સાથે જ તેમણે શહેરની હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62 મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવર્તી શાળાની મુલાકાત લીધી હતી.
સરકારી શાળાની મુલાકાત લઈ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું આવવાનો હતો એટલે સાફ-સફાઈ તો કરી છે પણ એટલી થઈ નથી, હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ અહીં આવીને મેં જોયું કે શિક્ષણપ્રધાનના મત વિસ્તારમાં જ શાળાઓની હાલત કેટલી ખરાબ છે