શોધખોળ કરો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 20 ટકાથી વધુ, સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. 

ગાંધીનગર: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે.  ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. 

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૭ ઇંચ અને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, નાંદોદ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચીખલી તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૦ ટકાથી વધુ નોંધાયો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૦ ટકાથી વધુ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૯.૭૪ સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉતર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ અને કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

અનેક તાલુકાઓમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો

આ ઉપરાંત લીલા, મહુવા, વિજયનગર, સાવરકુંડલા, ગોધરા, પલસાણા તાલુકામાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ સિનોર, અમરેલી, ગોંડલ, રાધનપુર, આણંદ, ભિલોડા, તારાપુર, નવસારી, હિમતનગર, વિસાવદર, લખતર, જેસર અને અંજાર તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મેઘરજ, મહેસાણા, બેચરાજી, મુન્દ્રા, કરજણ, અમદાવાદ સીટી, ઈડર, જલાલપોર, તળાજા, ખંભાત, સંતરામપુર, લીંબડી, વઢવાણ, ગળતેશ્વર, પેટલાદ અને વસો તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

કુલ ૨૧ તાલુકામાં અડધો ઇંચ વરસાદ

આ ઉપરાંત સિદ્ધપુર, ભુજ, ગાંધીધામ, સાવલી, મહેમદાવાદ, સંજેલી, જાફરાબાદ, બાવળા, પ્રાંતિજ, કોડીનાર, વાઘોડિયા, નડીઆદ, ખાનપુર, કેશોદ, ધોળકા, સોજીત્રા, સાણંદ, સંખેડા, ખેરાલુ, સમી તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જયારે જુનાગઢ, જુનાગઢ સીટી, બોડેલી, વંથલી, ડેડીયાપાડા, દેસર, ધારી, માંગરોળ, કલ્યાણપુર, બગસરા, માલપુર, વીરપુર, જોટાણા, દેહગામ, સુબીર, લુણાવાડા, ફતેહપુર, ચુડા, ચાણસ્મા, ઝાલોદ, માતર, વિસનગર જેતપુર, અને માંડલ તાલુકા મળી કુલ ૨૧ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Embed widget