Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવુ રહેશે હવામાન, જાણો શું છે આગાહી ?
ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા નથી.
અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા નથી. આ સિવાય આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું કે ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ જ આગાહી નથી. તાપમાન પણ યથાવત રહેશે. અરબી સમુદ્રમાંથી પવન ફુકાવાના કારણે રાજ્યમાં તાપમાનમાં એકાદ ડિગ્રી વધઘટ રહેશે. અમદાવાદ શહેરનું તાપમાન 41 ડિગ્રીને આસપાસ રહેશે ત્યારે અમદાવાદને યલો કલર હવામાન વિભાગે આપ્યું છે.
આ સાથે તેમણે રાજ્યમાં પડી રહેલી ગરમી અંગે વાત કરીને જણાવ્યું છે કે 1-2 ડિગ્રીનો ઘટાડો તાપમાનમાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગે ગરમી ઘટવાની આગાહી કરી છે પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોવાથી અકળામણ યથાવત રહી શકે છે. રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે જ્યાં 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
રાજકોટમાં RTE અંતર્ગત 400 થી વધુ એડમિશન રદ્દ
શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહાલ આરટીઈ અંતર્ગત એડમીશન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજકોટમાં RTE અંતર્ગત 400 થી વધુ એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે. RTE અંતર્ગત વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરવા ગેરરીતિ આચરી હોવાનું ટ્રેકિંગ સિસ્ટમમાં ખુલ્યું છે. ગેરીરિતી દ્વારા શાળામાં પ્રવેશ મામલે સિક્ષણ વિભાગ ગંભીર છે અને કુલ 6 હજાર જેટલી બેઠક પૈકી 5200 જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના પ્રવેશ આપવામાં આવ્યો છે.
મળતી જાણકારી મુજબ પૈસા પત્ર અને પહેલેથી એક ધોરણ ભણી ચૂકેલા બાળકોના વાલીઓએ પણ RTE હેઠળ એડમિશન મેળવવા પ્રયાસ કર્યો છે.
RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ બાળકોની પસંદગી થઈ છે
Admission Under RTE: રાજ્ય સરકાર દ્વારા સંપુર્ણ પારદર્શી રીતે RTE હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. RTE ACT હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ ૯૮,૫૦૧ જેટલી અરજીઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૬૮,૧૩૫ જેટલી અરજીઓ માન્ય ઠેરવવામાં આવી હતી. ૧૪,૫૩૨ જેટલી અરજીઓ અધુરા દસ્તાવેજો જેવા વિવિધ કારણોસર અમાન્ય ઠેરવાઈ હતી જ્યારે ૧૫,૮૩૪ જેટલી અરજીઓ અરજદાર દ્વારા કેન્સલ કરવામાં આવી હતી તેમ નાયબ શિક્ષણ નિયામકની યાદીમાં જણાવાયું છે.