શોધખોળ કરો

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કારણે ગુજરાતમાં યોજાતો આ વિશ્વપ્રસિદ્ધ લોકમેળો સતત બીજા વર્ષે રદ

શ્રાવણમાસમાં યોજાતા તરણેતર લોકમેળાનું વિષેશ મહત્વ છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે.

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વર્ષે પણ યોજાશે નહીં. વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો બીજા વર્ષે પણ બંધ રહેશે. મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારીને પગલે લોકડાઉન જેવી સ્થિતિમાં મેળા તેમજ ધાર્મિક જમાવળાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ આ વખતે પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે તરણેતરનો મેળો રદ કરવાનો સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસને નિર્ણય લીધો હતો. મંદિરમાં માત્ર ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવા માટેની જ પરમિશન આપવામાં આવી છે. 

શ્રાવણમાસમાં યોજાતા તરણેતર લોકમેળાનું વિષેશ મહત્વ છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. જેમાં તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ માનવામાં આવે છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજકોટ, જામનગર અને પોરબંદર બાદ સુરેન્દ્રનગરમાં પણ મેળા યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો લોકો જન્માષ્ટમીના મેળામાં ભાગ લેતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના મેળાના માણીગરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ્દ કરાયો છે. રાજકોટના રેસકોર્સમાં વર્ષોથી લોકમેળો ભરાય છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ નિર્ણય લીધો છે. લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરે રહીને જ કરવી પડશે. જીલ્લામાં ઘેલા સોમનાથ-ઇશ્વરીયા-ઓસમ ડુંગર સહિત એક પણ મેળા નહિ થાય. રાજકોટ કલેકટર અરૂણ મહેશબાબુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા પોરબંદરમાં પણ લોકમેળો નહીં યોજવાની જાહેરાત થઈ ચૂકી છે. 

મહિલા પીએસઆઇએ નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં એક મહિલા પીએસઆઇના નામે અશ્લીલ મેસેજ ફરતો થતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે મહિલા પીએસઆઇએ  નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પીએસઆઇએ અશ્લીલ મેસેજ વાયરલ કરનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અશ્લીલ શબ્દોવાળો મેસેજ લખી એડિટિંગ કરી અન્ય વ્યક્તિને મોકલ્યો હતો. પીએસઆઇના નામે મેસેજ લખી વાયરલ કર્યો હતો. મહિલા પીએસઆઇએ આ અંગે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Embed widget